Viral Video: DMartના કર્મચારી દ્વારા હિન્દુ ગ્રાહકને તિલક ભૂસવા કરાયો મજબૂર, બજરંગ દળે આવી કર્મચારીની અકલ ઠેકાણે લાવી

મહારાષ્ટ્રના રાયગઢ કર્જતમાં ડી-માર્ટના કર્મચારીએ એક હિન્દુ ગ્રાહકને રામનવમી પર તેના કપાળ પરથી તિલક કાઢવા દબાણ કર્યું. આ ચોંકાવનારી ઘટના વિશે જાણ્યા પછી તરત જ બજરંગ દળના સ્થાનિક કાર્યકરો ડી-માર્ટ ગયા અને આવું કરનાર સ્ટાફના વડાને ચેતવણી આપી.

Viral Video: DMartના કર્મચારી દ્વારા હિન્દુ ગ્રાહકને તિલક ભૂસવા કરાયો મજબૂર, બજરંગ દળે આવી કર્મચારીની અકલ ઠેકાણે લાવી
Viral Video
| Edited By: | Updated on: Apr 07, 2023 | 7:32 PM

વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના રાયગઢ કર્જતમાં ડી-માર્ટના કર્મચારીએ એક હિન્દુ ગ્રાહકને રામનવમી પર તેના કપાળ પરથી તિલક કાઢવા દબાણ કર્યું. આ ચોંકાવનારી ઘટના વિશે જાણ્યા પછી તરત જ બજરંગ દળના સ્થાનિક કાર્યકરો ડી-માર્ટ ગયા અને આવું કરનાર સ્ટાફના વડાને ચેતવણી આપી. હાલ વાયરલ થઈ રહેલ વીડિયોમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે TV9 આ વીડિયોની પૃષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો: દેશના સૌથી મોટા ડેટા ચોરી કૌભાંડનું ગુજરાત કનેક્શન સામે આવ્યુ, 2 ગુજરાતીઓની સંડોવણી સામે આવી

કર્મચારી જવાબ આપી શક્યો નહીં કે તેણે ગ્રાહક પાસેથી તેનું તિલક કેમ હટાવ્યું. તેણે અટકાતા અને અચકાતા કારણ આપ્યા કે તે ભેદભાવ રાખતો નથી અને તમામ ધર્મોને સમાન રીતે વર્તે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મુસ્લિમ ગ્રાહકને તેની ટોપી કેમ કાઢવા માટે કહેવામાં આવ્યું નથી, તો તે ચૂપ થઈ ગયો. બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમને ચેતવણી આપી હતી કે જો ફરીથી આવું થશે તો તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવશે.

જુઓ આ વાયરલ વીડિયો

જણાવી દઈએ કે, રામનવમીના અવસરે હાવડામાં હિંસા ભડકી હતી. જેમાં બે કોમના જૂથ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. તોફાની તત્વોએ આગચંપી પણ કરી હતી. જે બાદ રવિવારે હુગલી જિલ્લામાં પણ એક શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, કોલકતા હાઈકોર્ટે પણ પશ્ચિમ બંગાળ સરકારને રામનવમી પર હાવડામાં થયેલી હિંસાને લઈને 5 એપ્રિલ સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું હતુ. કોર્ટે પોલીસને હિંસાના CCTV ફૂટેજ અને વીડિયો સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની યાદી જમા કરવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ બંગાળમાં વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ હિંસાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પાસે કરાવવાની માગને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…