Breaking News: ચીન અને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈ મુંબઈમાં ઘુસ્યો ખતરનાક સંદિગ્ધ, NIAએ મુંબઈ પોલીસને કરી એલર્ટ

આ ઈનપુટ મળ્યા બાદ તપાસ એજન્સી એલર્ટ પર છે. NIAએ પોતાના ઈમેઈલમાં 'ખતરનાક' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુંબઈ પોલીસને સર્તક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

Breaking News: ચીન અને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈ મુંબઈમાં ઘુસ્યો ખતરનાક સંદિગ્ધ, NIAએ મુંબઈ પોલીસને કરી એલર્ટ
| Updated on: Feb 27, 2023 | 5:48 PM

દેશની આર્થિક રાજધાની મુંબઈ જોખમમાં છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ઈમેઈલ દ્વારા મુંબઈ પોલીસને એલર્ટ કરી છે. NIAએ કહ્યું કે મુંબઈમાં એક ખતરનાક વ્યક્તિ ઘુસ્યો છે. આ ઈનપુટ મળ્યા બાદ તપાસ એજન્સી એલર્ટ પર છે. NIAએ પોતાના ઈમેઈલમાં ‘ખતરનાક’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુંબઈ પોલીસને સર્તક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઈમેઈલમાં NIAએ સંદિગ્ધનું નામ સરફરાજ મેમણ જણાવ્યું અને કહ્યું કે તે મુંબઈ પહોંચી ગયો છે. સાથે જ નોડલ એજન્સીએ જણાવ્યું કે આ વ્યક્તિ ઈન્દોરનો રહેવાસી છે. તેને ચીન, હોંગકોંગ અને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી છે. તે ભારત માટે ખુબ જ ખતરનાક છે. NIAએ આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને એલસીની કોપી મુંબઈ પોલીસને ઈમેઈલ દ્વારા મોકલી છે. મુંબઈ પોલીસે આ વિશે વધુ જાણકારી ઈન્દોર પોલીસને આપી છે.

આ પણ વાંચો: G-20ના પ્રમુખપદથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધશે, અમેરિકાએ ભારતના ખુલીને કર્યા વખાણ

દિલ્હીથી બે સંદિગ્ધની ધરપકડ

જણાવી દઈએ કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શનિવારે બે લોકોની ધરપકડ કરી. જે કથિત રીતે હથિયારોની ટ્રેનિંગ માટે પાકિસ્તાન જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે થાણે પશ્ચિમ, મહારાષ્ટ્ર નિવાસી 21 વર્ષીય ખાલિદ મુબારક ખાન અને તમિલનાડુ નિવાસી 26 વર્ષીય અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી છે.

આતંકી ટ્રેનિંગ માટે જવાનું હતું પાકિસ્તાન

બંને લોકો હથિયારોની ટ્રેનિંગ માટે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યું ‘બંને આરોપીને પાકિસ્તાન સ્થિત હેન્ડલર પાસેથી સૂચનાઓ મળી રહી હતી અને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને હથિયારોની ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા.’ તેની પાસેથી બે પિસ્ટલ, 10 જીવતા કારતુસ, એક ચપ્પુ અને એક તાર કટર જપ્ત કરવામાં આવ્યું છે.

આ મામલે પોલીસે કહ્યું 14 ફેબ્રુઆરી 2023એ સુચના મળી હતી કે ઘણા કટ્ટરપંથી લોકો, એક આતંકી મોડ્યુલ પર વિશ્વાસ કરે છે. ઘણા ગેરકાયદેસર ગતિવિધિને અંજામ આપવા માટે મુંબઈના રસ્તે દિલ્હી આવશે અને પોતાના પાકિસ્તાન સ્થિત હેન્ડલરની મદદથી આતંકવાદી ટ્રેનિંગ માટે પાકિસ્તાન જશે. તેમની પાસે આધુનિક ગેરકાયદેસર હથિયાર છે અને તે લાલ કિલ્લાની પાછળ રિંગ રોડની પાસે પહોંચશે.

Published On - 5:28 pm, Mon, 27 February 23