Maharashtra: મુંબઈમાં ઘડાયુ હતુ આતંકી કાવતરુ, ટાર્ગેટ પર હતા રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો

|

Sep 18, 2021 | 6:32 PM

મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ પૂછપરછ કરી રહી છે.

Maharashtra: મુંબઈમાં ઘડાયુ હતુ આતંકી કાવતરુ, ટાર્ગેટ પર હતા રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો
મહારાષ્ટ્ર ATSએ એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો. (તસવીર સાંકેતીક)

Follow us on

મહારાષ્ટ્ર એટીએસ (Maharashtra ATS) અને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચની (Mumbai Police Crime Branch) સંયુક્ત ટીમે આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell)  દ્વારા આતંકવાદી મોડ્યુલનો (Terror Module) પર્દાફાશ કર્યો હતો.

 

આ સંબંધમાં શહેરના જોગેશ્વરી વિસ્તારમાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ બાદ તેના વિશે વધુ માહિતી મેળવવા માટે મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. આ તપાસ કોઈ અજાણી જગ્યાએ શરૂ થઈ છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)એ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટની જેમ ફરી એકવાર ભારતને હચમચાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે તેણે ઘણા રાજ્યોમાં વિસ્ફોટકો પૂરા પાડ્યા હતા. કથિત રીતે આઈએસઆઈ (ISI) તાલીમ પામેલા બે આતંકવાદીઓ સહિત 6 લોકોની ધરપકડ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની પૂછપરછમાં આ વાત સામે આવી છે. એટલું જ નહીં, ટેરર ​​મોડ્યુલના ખુલાસા બાદ હડકંપ મચી ગયો છે.

 

મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી 

 

આતંકવાદી હુમલાની યોજના ઘડવામાં આવી રહી હતી

નોંધનીય છે કે પકડાઈ ગયેલ આતંકી મોડ્યુલ આઈએસઆઈ (ISI)ના આશ્રય હેઠળ દેશના મોટા શહેરોમાં વિસ્ફોટો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હતું. આ કાવતરાને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંબંધ ધરાવે છે.

 

આ મોડ્યુલ વિશેની માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. ત્યારબાદ કરવામાં આવેલા દરોડામાં મહારાષ્ટ્રના એક આતંકવાદીની કોટામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 2 દિલ્હીથી અને 3 યુપી એટીએસની મદદથી પકડાયા હતા.

 

રામલીલા અને નવરાત્રિના તહેવારો નિશાન પર હતા

તમને જણાવી દઈએ કે આતંકીઓએ 2 ટીમો બનાવી હતી. અનીસ ઈબ્રાહિમ એક ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેમનું ફંડીગનું કામ હતું. તે જ સમયે, લાલા જે પકડાયો છે તે અંડર વર્લ્ડનો માણસ છે. બીજી ટીમનું કાર્ય ભારતમાં તહેવારો પ્રસંગે દેશભરમાં વિસ્ફોટો માટે શહેરોની ઓળખ કરવાનું હતું. તેમની યોજના દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી. રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો નિશાના પર હતા.

 

સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે અમે 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાંથી બે આતંકી પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને પરત આવ્યા છે. જે બે પહેલા મસ્કત ગયા, પછી તેમને ત્યાં બોટ દ્વારા પાકિસ્તાન લઈ જવામાં આવ્યા. તેણે કહ્યું કે  તેની સાથે બીજા 14 લોકો બાંગ્લા ભાષી પણ હતા. તેમને ફાર્મ હાઉસમાં 15 દિવસ સુધી હથિયારોની તાલીમ આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો :  મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર ! BMC સીરો સર્વમાં 85 ટકાથી વધુ વસ્તીમાં કોવિડ -19 એન્ટિબોડીઝ હોવાનું આવ્યુ સામે

Next Article