કોરોનાની રફ્તાર યથાવત : મુંબઈમાં 71 પોલીસકર્મી અને શિવસેના સાંસદ થયા કોરોના સંક્રમિત

|

Jan 06, 2022 | 2:16 PM

મહારાષ્ટ્રમાં કોવિડના કેસ વધીને 67,57,032 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,581 થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 144 નવા કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે.

કોરોનાની રફ્તાર યથાવત : મુંબઈમાં 71 પોલીસકર્મી અને શિવસેના સાંસદ થયા કોરોના સંક્રમિત
Increase Corona Cases in maharashtra

Follow us on

Mumbai Corona Update:  મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં (Corona Case) અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 71 પોલીસકર્મીઓ (Police man) કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારે પહેલી લહેરથી (Corona first wave) લઈને અત્યાર સુધીમાં કુલ 9510 પોલીસ કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 123 પોલીસકર્મીઓના કોરોનાથી મોત થયા છે અને 265 પોલીસકર્મી સારવાર હેઠળ છે. આ સાથે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 15,166 નવા કેસ મળી આવ્યા છે અને 3 દર્દીઓના મૃત્યુ થયા છે. BMCના જણાવ્યા અનુસાર, મુંબઈમાં કોરોના વાયરસના(Mumbai Corona Case)  15,166 નવા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

જ્યારે રાજ્યમાં એક જ દિવસમાં 26,538 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 8 કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા કેસમાં ગત દિવસની સરખામણીએ 43.71 ટકાનો વધારો નોંધાયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓમિક્રોનના 144 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોવિડના કેસ વધીને 67,57,032 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,581 થયો છે. છેલ્લા 24 કલાકમાં, રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 144 નવા કેસ નોંધાયા છે, જે બાદ કુલ કેસ વધીને 797 થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે મહારાષ્ટ્રમાં 18,466 નવા કેસ સામે આવ્યા હતા,જ્યારે 20 દર્દીઓના મોત થયા છે.

સાંસદ હેમંત તુકારામ ગોડસે થયા કોરોના સંક્રમિત

શિવસેનાના નાસિક લોકસભા સીટના સાંસદ હેમંત ગોડસે (Hemant Tukaram Godse)કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે. હેમંતે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યુ છે. ગોડસેએ લખ્યું છે કે તેણે હળવા લક્ષણો જોવા મળ્યા બાદ તેણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદ ગોડસેએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

 

આ પણ વાંચો : Mumbai : વધતા કોરોના કેસને પગલે BMC એક્શનમાં, ખાનગી હોસ્પિટલ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન

Next Article