મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,758 કેસ પોઝિટિવ, 10ના મોત

|

Mar 30, 2021 | 9:47 PM

બીએમસીએ વધુ ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે પથારી ખાલી કરવા વહેલી તકે એસિમ્પ્ટોમેટિક દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. પાલીકાએ દવાઓની કોઈ પણ સંભવિત તંગી ન થાય તે માટે રેમડેસિવીર અને અન્ય તબીબી ઉપકરણોના 1.5 લાખ ઈન્જેક્શન ખરીદવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,758 કેસ પોઝિટિવ, 10ના મોત

Follow us on

બીએમસીએ વધુ ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે પથારી ખાલી કરવા વહેલી તકે એસિમ્પ્ટોમેટિક દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. પાલીકાએ દવાઓની કોઈ પણ સંભવિત તંગી ન થાય તે માટે રેમડેસિવીર અને અન્ય તબીબી ઉપકરણોના 1.5 લાખ ઈન્જેક્શન ખરીદવાનો નિર્ણય લીધો છે. સોમવારે મુંબઈમાં કોરોના વાઈરસના 5,888 નવા કેસો સાથે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ સાથે હાલ સુધીમાં મહાનગરમાં કુલ 11,661 લોકોના મૃત્યુ અને 3,44,496 રિકવરી નોંધાઈ છે અને હાલમાં 47,453 સક્રિય કેસ છે.
તબીબી ઉપયોગ માટે 80 ટકા ઓક્સિજન રાખવો ફરજીયાત રાજ્ય સરકારનો આદેશ
રાજ્યમાં કોરોના દર્દીના કેસમાં ઉછાળાને જોતા રાજ્ય સરકાર તરફથી મેડિકલ સુવિધા વધારવાના પગલે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરાયો છે.  સરકારે ઓક્સિજનનું ઉત્પાદન કરનારી કંપનીઓ પર એક આકરો કાયદો લાદ્યો છે. આ આદેશ મુજબ ઓક્સિજનના કુલ ઉત્પાદનનો 80 ટકા પુરવઠોના તબીબી વપરાશ માટે અને ઓદ્યોગિક વપરાશ માટે 20 ટકા હોવો જોઈએ. રાજ્યના આરોગ્ય વિભાગે મંગળવારે  આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ 30 જૂન 2021 સુધી રાજ્યભરમાં લાગુ રહેશે. જેમાં તબીબી વપરાશ માટે 80 ટકા ઓક્સિજનનો ફરજિયાત પુરવઠો રહેશે.
ગુજરાતમાં આજે નોંધાયા 2,240 કેસ
રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270 અને 29 માર્ચે 2252 નવા કેસ સામે આવ્યાં હતા.રાજ્યમાં આજે 30માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2220 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 10 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ 5, સુરતમાં 4 અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,05,387 થઇ છે તેમજ મૃત્યુઆંક વધીને 4510 થયો છે.
આ પણ વાંચો: Breaking News:રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદતમાં વધારો, 15 એપ્રિલ સુધી રહેશે લાગુ

Published On - 9:42 pm, Tue, 30 March 21

Next Article