
અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ આવી અને કરોડો રૂપિયાની કમાણી કરી. લોકો અને ક્રિટીક્સે પણ ફિલ્મને ઘણી વખાણી. પરંતુ 1990માં થયેલા ખાડી યુદ્ધની સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં એક મોટી ભૂલ બતાવવામાં આવી છે, જેને લઈને અક્ષય કુમાર સહિત ફિલ્મ સાથે જોડાયેલા 17 લોકોને મળી છે 300 કરોડ રૂપિયાની નોટીસ.
વાસ્તવમાં 300 કરોડની મુસીબતમાં ખિલાડી, ફિલ્મ એરલિફ્ટમાં 700 ભારતીયોને બચાવે છે. જેમાં હનિફ મોદક અને કેપ્ટન વિરાફ કેકોબાદનો મહત્વપૂર્ણ રોલ હતો. હનિફ ઈરાકથી આવી રહેલા જહાજની કંપનીના માલિક હતા અને બન્ને 700 ભારતીયોને ઈરાકથી દુબઈ બંદર સુધી લાવ્યા હતા. ત્યાંથી તમામ ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા અને તેના માટે શિપિંગ કંપનીએ લોકો પાસેથી પૈસા લીધા ન હતા પણ ફિલ્મમાં કંપની દ્વારા પૈસા લેવાતા હોવાનું દાખવાયું છે.
બીજી તરફ આ મુદ્દે અક્ષય કુમાર કે ફિલ્મ એરલિફ્ટ સાથે જોડાયેલા કોઈપણ કલાકારોએ આ મુદ્દે કોઈ કમેંટ કરી નથી. તેથી 300 કરોડની આ મુસીબતમાંથી અક્ષય કેવી રીતે બહાર આવે છે અને કોણ તેમને એરલિફ્ટ કરે છે એ જોવું રહ્યું..
[yop_poll id=613]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]