Success Story : “વેસ્ટમાંથી બેસ્ટ”, સૂકા પાંદડા પર ભરતકામ કરીને આ યુવક દર મહિને 80 હજાર રૂપિયા કમાઈ છે ! બોલિવૂડ સ્ટાર્સ પણ આ કલાકારના ફેન્સ

|

Aug 23, 2021 | 4:07 PM

તમે લોકોને કપડાં પર ભરતકામ કરતા જોયા હશે, પરંતુ શું તમે કોઈને પાંદડા પર ભરતકામ કરતા જોયા છે ? આજે અમે એક એવા યુવક વિશે જણાવીશુ કે, જે પાંદડા પર ભરતકામ કરીને હોમ ડેકોર માટે વસ્તુઓ બનાવે છે.

1 / 6
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રહેવાસી સૌરભે એક એનોખી પહેલ કરી છે. છેલ્લાં બે વર્ષથી તે ઝાડના સૂકા પાંદડા પર હાથથી ભરતકામ કરે છે અને ઘરની સજાવટની વસ્તુઓ બનાવે છે.ઉપરાંત તે સોશિયલ મીડિયા દ્વારા તેમની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે,જેને કારણે તેને દર મહિને 80 હજાર રૂપિયાથી વધુની આવક થાય છે.

2 / 6
21 વર્ષનો સૌરભ ખેડૂત પરિવારમાંથી આવે છે. સૌરભના માતા -પિતા ઇચ્છતા હતા કે તેમનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને, પણ નાનપણથી જ સૌરભને ભરતકામ અને વણાટનો શોખ હતો. આથી જ તેણે કલાના ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. અને બાદમાં તેણે ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરવાની યોજના બનાવી.

3 / 6
જો કે કોલેજમાં ક્રિએટીવિટી પર ખાસ ધ્યાન આપવામાં આવતું ન હતું. તેથી તેણે કોલેજ છોડી દીધી અને બાદમાં બીજી સંસ્થામાં પ્રવેશ મેળવ્યો અને અભ્યાસ દરમિયાન તેણે ભરતકામ પણ શીખ્યું હતું.

4 / 6
ઉપરાંત અભ્યાસ દરમિયાન જ સૌરભે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને તેના પર તેના  પ્રોડક્ટના ફોટા અપલોડ કરવાનું શરૂ કર્યું હતુ.જેને કારણે ટૂંક સમયમાં પ્રોડક્ટની માંગ વધવા લાગી. સૌરભ હાલમાં આસામ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત સહિત દેશભરમાં પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યો છે.

5 / 6
અમદાવાદમાં ડિઝાઈનિંગ સ્ટોલ લગાવવા માટે તેમણે તેની માતા પાસેથી 1500 રૂપિયા લઈને કામ શરૂ કર્યું હતુ.
જેમાં આ પ્રોડક્ટ વેચીને તેમને 3500 રૂપિયાની આવક થઈ હતી.

અમદાવાદમાં ડિઝાઈનિંગ સ્ટોલ લગાવવા માટે તેમણે તેની માતા પાસેથી 1500 રૂપિયા લઈને કામ શરૂ કર્યું હતુ. જેમાં આ પ્રોડક્ટ વેચીને તેમને 3500 રૂપિયાની આવક થઈ હતી.

6 / 6
સૌરભે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુને પોતાની આર્ટ વર્ક મોકલ્યું. જે બાદ અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા પેજ પર સૌરભની પ્રોડક્ટનો ઉલ્લેખ કર્યો હતો.

Next Photo Gallery