Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત

|

Apr 14, 2022 | 8:35 AM

આગામી તહેવારોમાં કોઈ તણાવ ન થાય તે માટે મહારાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં 38 હજાર હોમગાર્ડ સહિત 100 SRPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર ટીમને એલર્ટ કરવામાં આવી છે.

Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત
Maharashtra Police Alert (Symbolic image)

Follow us on

રામનવમીના (Ramnavmi) દિવસે દેશના 8 રાજ્યોમાં કોમી તંગદિલી સર્જાય તેવી સ્થિતિ આગામી તહેવારો (Maharashtra Festival Alert) પર ન બને તે માટે મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસે અત્યારથી જ કમર કસી લીધી છે. આજથી આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, હનુમાન જયંતિ, ઈદ અને ઈસ્ટર જેવા અનેક તહેવારો આવવાના છે. તેને જોતા મહારાષ્ટ્ર ડીજીની ઓફિસમાંથી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના 2 લાખ પોલીસકર્મીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સૂચના આપવામાં આવી છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ આદેશ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) હાઈ એલર્ટ પર છે.

આગામી તહેવારોમાં કોઈ તણાવ ન થાય તે માટે મહારાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં 38 હજાર હોમગાર્ડ સહિત 100 SRPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર ટીમને એલર્ટ કરવામાં આવી છે. લોકોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પોલીસની પરવાનગીથી જ કરશે. પોલીસની પરવાનગી લીધા વિના કાર્યક્રમ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાગપુર શહેરમાં પણ એલર્ટ

છેલ્લા 4 દિવસમાં પાંચ મોટી ઘટનાઓ બાદ નાગપુર શહેર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુરુવારે આંબેડકર જયંતિ નિમિત્તે 6,000 હજાર પોલીસ, હોમગાર્ડ અને SRP જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રામ નવમી પર 8 રાજ્યોમાં હિંસા

રામ નવમી પર દેશના ઘણા રાજ્યોમાં હિંસા, પથ્થરમારો અને આગજની જેવી ઘટનાઓ બની છે. દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ગોવા, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, કર્ણાટક અને છત્તીસગઢના અલગ-અલગ વિસ્તારોમાં સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો હતો. આ ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 36થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવી દઈએ કે દેશના ચાર રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

માનવાધિકારને લગતા પ્રશ્ને વિદેશ મંત્રી જયશંકરનો જડબાતોડ જવાબ, કહ્યું- અમેરિકામાં માનવાધિકારના હનનથી ભારત પણ ચિંતિત

આ પણ વાંચોઃ

Ranbir Alia Wedding Live Updates : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાશે, પરિવાર અને કેટલાક નજીકના મિત્રો લગ્નમાં સામેલ

Next Article