LIVE UPDATES #Budget2019
બજેટ 2019ને લગતી પળેપળની ખબર, જાહેરાતો, વિશ્લેષણ અને એક્સપર્ટ્સના મંતવ્યો, આ તમામ જાણકારી મેળવતા રહો અહીં…
13:03:29 બજેટની અસર માર્કેટ પર, Sensex 300 પોઈન્ટ ઉપર, Nifty 10,900ની પાર
13:01:36
Chief Minister Yogi Adityanath on #Budget2019: All sections of the society incl farmers, middle class, poor & women have been mentioned in this budget. This budget will help achieve the dream of a 'New India'.#Budget2019 #TV9News pic.twitter.com/7lGFclKn9u
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
13:01:24
Akhilesh Pratap Singh of Congress calls #Budget2019 a 'JUMLA'.#TV9News pic.twitter.com/7qi5zYuVU3
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
12:51:25 મધ્યમવર્ગ માટે બજેટ 2019માં સૌથી મહત્ત્વની જાહેરાત, ટેક્સની મર્યાદામાં છૂટ અપાઈ.
- હોમલોન, મેડિકલ ઈન્શ્યોરન્સ, અને બીજા ડિડક્શન જોડી લેવાય તો મર્યાદા વધી જશે.
- 3 કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે
- 18.5 હજાર કરોડ રૂપિયાનો ભાર વધશે
- સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધીને 50 હજાર રૂપિયા થઈ જશે
FM Piyush Goyal: Individual taxpayers having annual income upto 5 lakhs will get full tax rebate#Budget2019 #TV9News pic.twitter.com/SXEYz7Htgl
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
12:44:48 આ દેશનું વચગાળાનું બજેટ નથી. દેશના વિકાસનું માધ્યમ છે. આ દેશ બદલાઈ રહ્યું છે, દેશવાસીઓના જુસ્સાથી બદલાઈ રહ્યો છે, તેનો શ્રેય અને યશ દેશવાસીઓને જ જાય છે. અમારી સરકારના કાર્યકાળમાં વિકાસ એક જનઆંદોલન બની ગયું છે.- નાણાં મંત્રી પિયૂષ ગોયલ
- અમે નવા ભારત માટે દરેક જરૂરી પગલા ભર્યા છે. દુનિયાના સ્તર પર આજે ભારત ખૂબ જ આશાસ્પદ દેશ તરીકે ઉભરીને આવ્યો છે.
- અમે દેશવાસીઓના મનોબળ પર ભારતને દુનિયાનો એક અગ્રણી દેશ બનાવીશું.
- અમે સૌની સાથે મળીને હજી તો ફાઉન્ડેશન મૂક્યું છે અને દેશની જનતા સાથે રહીને દેશની ભવ્ય ઈમારત બનાવીશું
- તે માટે અમે એક નિર્ણાયક નેતૃત્વ આપ્યું. અમારી નીતિ સાફ છે, નિષ્ઠા અટલ છે.
12:43:15 2030 સુધીનો રોડમેપ
- ઈઝ ઓફ લિવિંગ-રેલ, રોડ, સી-પોર્ટ, જળમાર્ગ બનશે
- દરેક પરિવાર પાસે પોતાની છત હશે
- શિક્ષણમાં ટૉપ ક્લાસના ઈન્સ્ટિટ્યૂટ હશે
- ડિજિટલ ઈન્ડિયા માટે દરેક જગ્યાએ ઈન્ફ્રા પહોંચશે
- પોલ્યૂશન ફ્રી ઈન્ડિયા બનશે
- આખો દેશ ઈલેક્ટ્રિકલ ગાડીઓ પર ચાલશે
- ટ્રાન્સપોર્ટેશન રિવોલ્યૂશન લાવીશું
- વિદેશોથી તેલ અને ગેસનું ઈમ્પોર્ટ બંધ કરીશું
- ભારત ગ્લોબલ મેન્યૂફેક્ચરિંગ હબ બનશે
- તમામ નદીઓ સાફ અને નિર્મળ હશે
- સૌને પીવાનું શુદ્ધ પાણી મળશે
- સૌને સિંચાઈ ઉપલબ્ધ થશે
- 2022 સુધી ભારતીય ચાંદ પર પહોંચશે
- સ્વસ્થ ભારત બનશે. એવી વેલનેસ સિસ્ટમ બનશે કે બીમારીઓ જ ઓછી થઈ જશે
- 2030 સુધી ભારતની બ્યૂરોક્રેસી લોકોની દોસ્ત હશે
- ગરીબી, ભૂખમરો, બીમારી જૂના સમયની વાત બની જશે.
12:42:33
#Sensex up by 400 points, currently at 36698.69#Budget2019 #TV9News pic.twitter.com/u6af13BIBB
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
12:40:59 2 મકાન ધરાવતા લોકો માટે મહત્ત્વની જાહેરાત. જો બીજા મકાનનું ભાડું વાર્ષિક 2 લાખ 40 હજારથી વધુ ન હોય તો ટીડીએસમાં મળશે છૂટ
12:39:52 ટેક્સમાં છૂટની ઘોષણા બાદ લોકસભામાં મોદી-મોદીના નારા લાગ્યા
12:39:01 3 કરોડ લોકોને આ જાહેરાતથી ટેક્સમાંથી મુક્તિ મળશે.
12:37:45 6.50 લાખ સુધીની આવક ધરાવતા લોકો જો યોગ્ય રોકાણ કરે તો તેમણે ટેક્સ નહીં ભરવી પડે
12:34:23 મધ્યમવર્ગના કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત
5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે
ટેક્સ માટેની છૂટની મર્યાદા 2.50 લાખથી રૂપિયા 5 લાખ કરાઈ
આ બદલાવનો પ્રસ્તાવ
5 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી રાહત મળે તેવો પ્રસ્તાવ આપું છું
12:32:31 હું તમામ કરદાતાઓનો આભાર માનું છું. દેશના વિકાસમાં તમારો ખૂબ મોટો ફાળો છે. તમારા ટેક્સમાંથી મહિલાઓને મદદ મળે છે. લોકોને વીજળી મળે છે. 50 કરોડ ભાઈ-બહેનો-બાળકોને સ્વાસ્થ્યને લગતી સેવાઓ મળે છે. તમારા ટેક્સમાંથી રીટાયર્ડ જવાનોની પાછલી જિંદગીમાં સુરક્ષા મળે છે.- પિયૂષ ગોયલ
12:31:11
12:24:49 દેશમાં સ્વાસ્થ્યવર્ધક સેવાઓ વધતી રહે તે જોઈશું. 2030માં દેશની અલગ જ વેલનેસ સિસ્ટમ બનશે.
- 2030 સુધી દેશમાં ગરીબી, અસાક્ષરતા નહીં રહે.
12:21:21 2030 સુધી અમે આ મુખ્ય 10 મુદ્દાઓને પ્રાધાન્ય આપીશું
- ગ્રામણી ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત વધુ ને વધુ લોકોને રોજગારી અપાશે.
- ક્લિન રિવર્સ એ 2030 સુધીનું લક્ષ્ય છે. લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે દિશામાં કામ કરતા રહીશું
- કોસ્ટલાઈનને લગતી વિવિધ કામગીરી
- 2022 સુધી ભારતીય નાગરિક પહોંચશે ચાંદ પર- ગગનયાન
-12:19:02 2030 સુધી લોકોને રહેણીકહેણીમાં વધુ સરળતા અને સુવિધા મળે તે દિશામાં કામ કરીશું
- સાયન્સ ક્ષેત્રે વિવિધ કામગીરી કરાશે
- ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત અમે દેશના ખૂણેખૂણે પહોંચીશું. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરાશે. વધુ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અપાશે.
- દેશમાંથી પ્રદૂષણ ઓછું કરાય તે અમારું આગામી 10 વર્ષોનું મહત્તવની કામગીરી રહેશે. દેશમાં વધુ ઈલેક્ટ્રિક વાહનો ચાલશે.
12:17:00 આવનારા 10 વર્ષોમાં NDA સરકાર દેશના વિકાસ માટે સતત કાર્યરત રહેશે, અમે કટિબદ્ધ છીએ. 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી આવનારા 5 વર્ષોમાં બનીશું. અને આગામી 8 વર્ષોમાં 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનીએ તે દિશામાં કામ કરીશું.
- કોઈ સારું કામ કરો તો ચારેય દિશામાં તેનો લાભ મળવો જોઈએ.
12:15:05 દેશમાં કાળું નાણું ન રહે તે માટે અમે છેલ્લા સાડા ચાર વર્ષોમાં ઘણું કામ કર્યું. 1 લાખ 30 હજાર કરોડની રકમ, 50 હજાર કરોડની મિલકતો, 6900 કરોડની બેનામી સંપત્તિ અને 1600 કરોડની વિદેશી મિલકતો ટેક્સ હેઠળ આવી.
- 1 કરોડથી વધુ લોકોએ ડિમોનેટાઈઝેશન બાદ ઈન્કમ ટેક્સ રીટર્ન ભર્યું
12:14:37
FM Piyush Goyal: GST is probably the biggest taxation reform implemented since Independence; with tax consolidation, India became one common market; inter-state movements became faster through e-way bills, improving Ease of Doing Business#Budget2019 #BudgetSession2019 #TV9News pic.twitter.com/EekpFKFGf4
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
12:13:29 જાન્યુઆરી મહિનાનું જીએસટી કલેક્શન 1 લાખ કરોડ જેટલું છે.
12:11:21 ઘર ખરીદનારા લોકો પર પણ જીએસટીનો ભાર ઘટે તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે.
12:10:41 ઉરી જોયા બાદ તો થિયેટરમાલિકો અને ફિલ્મો જોતા લોકો માટે સંવેદના થાય તે સ્વાભાવિક છે. હવે થિયેટર્સમાં પણ માત્ર 12 ટકાનો જીએસટી લાગશેય
12:09:24 હાલના કર માળખામાં કોઈ ફેરફાર નહીં.
12:06:51 એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વની જાહેરાત
Piyush Goyal: A single window clearance for filmmaking to be made available to filmmakers, anti-camcording provision to also to be introduced to Cinematography Act to fight piracy#Budget2019 #BudgetSession2019 #TV9News pic.twitter.com/GxBTWQfdir
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
12:05:49 મધ્યમવર્ગ પરના ટેક્સનો ભાર હળવો થાય તે માટે અમારી સરકારે કામગીરી કરી છે.
12:05:23 હું ઈમાનદાર કરદાતાઓને ધન્યવાદ આપું છું- નાણાં મંત્રી
12:04:42 ટેક્સપેયર્સ માટે અમે ટેક્સ ફાઈલિંગ સરળ બનાવ્યું. ટેક્સ કલેક્શ વધીને 12 લાખ કરોડ થયું- નાણાં મંત્રી
12:02:17 મને પણ ઉરી ફિલ્મ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. થિયેટરમાં જે જોષ જોવા મળ્યો તે અદભૂત હતો.- ગોયલ
12:01:55 મનોરંજન ક્ષેત્રે થતી પાઈરસી પર રોક આવે તે દિશામાં કામ ચાલી રહ્યું છે. સાથે જ સિંગલ વિન્ડો ક્લિયરન્સ પણ લાગૂ કરવામાં આવી રહ્યું છે.
12:00:59 આધાર કાર્ડના કારણે મધ્યમવર્ગ અને ગરીબ લોકોના અકાઉન્ટમાં સીધી મદદ મળી રહી છે. વચેટિયાઓને નાબૂદ કરાયો છે.
11:59:20 છેલ્લા 5 વર્ષોમાં મોબાઈલ ડેટા 50 ગણું વધ્યું છે અને મોબાઈલ ડેટા અને કોલની કિંમત દુનિયામાં સૌથી ઓછી છે. 3 લાખથી વધુ સર્વિસ સેન્ટર્સ પર લોકોને ડિજિટલ સેવાઓ અપાઈ રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ડિયાનું કામ પૂરજોષમાં ચાલી રહ્યું છે.
- આગામી 5 વર્ષોમાં દેશમાં 1 લાખ ડિજિટલ વિલેજીસ બનાવાશે
11:58:27 નોર્થ ઈસ્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારી રીતે વિકાસ પામી રહ્યં છે. પહેલી વખત નોર્થ ઈસ્ટ એર અને રેલના નક્શા પર આવ્યા છે.
11:56:26 સૌર ઉર્જા ઉત્પાદનમાં છેલ્લા 5 વર્ષોમાં 10 ગણો વધારો થયો છે
11:54:57 ગર્ભવતી સ્ત્રીઓ માટેની જાહેરાત
Piyush Goyal: 75% of woman beneficiaries under Pradhan Mantri Mudra Yojana, 26 weeks of maternity leave and the Pradhan Mantri Matritva Yojana, are all empowering women in the country#Budget2019 #BudgetSession2019 #TV9News pic.twitter.com/vey5QiGciu
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:53:43 આજે ઉડાન યોજનાના કારણે એક સામાન્ય નાગરિક પણ હવાઈ સફર કરી શકે છે. આજે દેશમાં 100થી વધુ એરપોર્ટ્સ થઈ ચૂક્યા છે. પાછલા વર્ષો કરતા ડોમેસ્ટિક મુસાફરોમાં બમણો વધારો થયો છે. આજે ભારત દુનિયામાં સૌથી ઝડપી હાઈવેનો વિકાસ કરતો દેશ બની ગયો છે.
11:53:13 NRIsને પોતાના દેશ માટે ગર્વ મહેસૂસ થાય અને અહીં રોકાણ કરે તે માટે ઘણી કામગીરી કરાઈ છે.
11:52:19 આપણા દેશની સરહદોને સુરક્ષિત રાખવા બજેટ વધારીને 3 લાખ કરોડ કરાયું છે અને જરૂર પડશે તો તેમાં પણ વધારો કરશે.
11:51:09 વન રેંક, વન પેન્શનની યોજના છેલ્લા 40 વર્ષોથી પેન્ડિંગ હતી. અગાઉની સરકારો બજેટમાં જાહેરાત કરતી પરંતુ માત્ર 500 કરોડ તેમાં ફાળવાયા હતા. પરંતુ અમારી સરકારે આ વર્ષોમાં રૂપિયા 35 હજાર કરોડ ફાળવ્યા છે ભારતીય સૈનિકો માટેની આ યોજના માટે
11:50:34
FMCG stocks rally with the farmer support announcements.
Marico, HUL, ITC up 1-2%.#Sensex #Budget2019 #TV9News pic.twitter.com/Q2P5ZPVzbB— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:48:56 મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગધારકોની રૂપિયા 1 કરોડની લોન પર લાગતો 2 ટકાનો વ્યાજદર હવે માફ કરી દેવાયો છે.
11:47:57 સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્ટેન્ડઅપ ઈન્ડિયાના કારણે જોબ સીકર્સ હવે જોબ ક્રિએટર્સ બની ગયા છે.
11:45:31 હવે ગ્રામીણ વિસ્તારની કોઈ ગૃહિણીને રસોઈ બનાવતા આંસુઓ નહીં પડે. ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ ફ્રી LPG કનેક્શન આપવાનું નક્કી કરાયું હતું જેમાંથી 6 કરોડ આપી દેવાયા છે. આવતા વર્ષમાં બાકીના 2 કરોડ એલપીજી કનેક્શન આપી દેવાશે.
11:42:34 આ વર્ષે જ આ સ્કીમ લૉન્ચ કરી દેવાઈ છે. આ જ વર્ષે લાગૂ કરી દેવાશે. રૂ.500 કરોડ શ્રમિકો માટેની યોજના માટે ફાળવવામાં આવ્યા છે. 10 કરોડ મજૂરોને મળશે આ યોજનાનો લાભ. મજૂરોની મોત પર હવે 2.5 લાખના બદલે રૂપિયા 6 લાખનું વળતર મળશે.
11:40:41 દેશના શ્રમિકોને સામાજિક સુરક્ષા મળે તે ખૂબ જરૂરી છે. તેમને અપાતી સ્વાસ્થ્યની સેવા અને વીમાની યોજના ઉપરાંત પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન લૉન્ચ કરવામાં આવી છે. જેની માસિક આવક રૂ.15 હજારથી ઓછી છે તે શ્રમિકોની ઉંંમર 60 વર્ષ થશે ત્યારબાદ તેમને માસિક રૂ.3 હજારનું પેન્શન આપવામાં આવે છે.
11:38:56 ભારતીય સેનાના સૈનિકો માટે નાણાં મંત્રી કરી રહ્યાં છે મહત્ત્વની જાહેરાત, વેતન, પેન્શનને લઈને વિવિધ જાહેરાતો
11:37:52
FM Piyush Goyal: Under the Pradhan Mantri Kisan Samman Nidhi, 6000 rupees per year for each farmer, in three instalments, to be transferred directly to farmers' bank accounts, for farmers with less than 2 hectares landholding#Budget2019 #TV9News pic.twitter.com/aUrqUubzKu
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:36:57 કુદરતી આફતોના કારણે મુશ્કેલીમાં આવતા ખેડૂતો જે લૉન લે છે તેમની લોનની મુદત અને વ્યાજમાં મહત્ત્વનો ફેરફાર
11:35:28 પીએમ ખેડૂત યોજનાથી આશરે 12 કરોડ ખેડૂતો પરિવારોને હવે થશે ફાયદો. વાર્ષિક રૂપિયા 75 હજાર કરોડનો ખર્ચ કરશે કેન્દ્ર સરકાર
11:35:08
FM Piyush Goyal: To provide assured income support for small and marginal farmers, Pradhan Mantri Kisan Samman Nidhi scheme has been approved#Budget2019 #BudgetSession2019 #TV9News pic.twitter.com/u5zFbARB6C
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:34:03 રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરાઈ છે. ખાસ ગૌમાતાના સન્માન માટે આ આયોગની સ્થાપના કરાઈ.
11:32:36 PM ખેડૂત યોજનાની જાહેરાત: આ યોજના અંતર્ગત ખેડૂતોને (2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતો)ના ખાતામાં દર વર્ષે રૂપિયા 6 હજાર જમા કરાવવાનો નિર્ણય કરાયો છે- ગોયલ
11:29:18 2022 સુધી સૌને ઘર આપશે મોદી સરકાર, મોંઘવારીની કેડ ભાંગી, સરકારે દમ બતાવી બૅંકોને મજબૂત કરી
Piyush Goyal: Inflation is a hidden and unfair tax; from 10.1% during 2009-14, we have broken the back of back-breaking inflation#Budget2019 #TV9News pic.twitter.com/o5FiaK2Zyv
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:27:36 આપણા મહેનતુ ખેડૂતોને પાકની પૂરતી કિંમત નહોતી મળતી. અમારી સરકારે ઈતિહાસમાં પહેલી વાર તમામ 22 પાકોની મિનિમમ કિંમત એવી નક્કી કરી જેનાથી પહેલાની સરખામણીએ ઘણી વધારે કિંમત ખેડૂતોને મળવા લાગી
11:27:11
FM Piyush Goyal: Efforts have been initiated to bring full representation for economically weak backward classes, by giving them reservation in jobs and education#Budget2019 #BudgetSession2019 #TV9News pic.twitter.com/vwyR3doY4T
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:24:56 અમે દુનિયાનો સૌથી મોટો સ્વાસ્થ્યને લગતો પ્રોગ્રામ લૉન્ચ કર્યો. અત્યાર સુધી 10 લાખ બિમાર લોકોનો ઈલાજ આ યોજના અંતર્ગત કરાયો છે.
- દવાઓની કિંમત ઓછી થઈ, જેનાથી લાખો-કરોડો લોકોને લાભ થયો
- દેશમાં 21 AIIMS કાર્યરત છે અથવા તેનું કામ ચાલી રહ્યું છે.
- હવે 22મું AIIMS હરિયાણામાં બનવા જઈ રહ્યું છે
11:24:23
Finance Minister Piyush Goyal: Almost 3 lakh crore has already been recovered in favour of banks and creditors, big defaulters have also not been spared by our government#Budget2019 #BudgetSession2019 #TV9News pic.twitter.com/OhR0QfGsIv
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
11:23:57 માર્ચ 2019 સુધી તમામ ઘરોમાં મફત વીજળીનું કનેક્શન મળી જશે.
11:22:23 1 કરોડ 53 લાખ ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માત્ર 5 વર્ષમાં બનાવ્યા જે પહેલા કરતા 5 ગણા છે
11:21:21 કોલેજોમાં 2 લાખ સીટ્સ વધારવામાં આવી રહી છે.
11:20:09 દેશના તમામ સંસાધનો પર ગરીબોનો પહેલો હક્ક છે
11:19:02 98% ગ્રામીણ વિસ્તારોમાં અને શૌચાલયો બનાવ્યા
સ્વચ્છ ભારત અભિયાનની સફળતા માટે હું તમામ દેશવાસીઓનો આભાર માનુ છું- નાણાં મંત્રી
સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશનું અભિયાન બની ગયું
11:18:14 પિયૂષ ગોયલે ભ્રષ્ટાચાર પર બોલવાનું કર્યું શરૂ. ‘રેરા’ કાયદાના કારણે રીઅલ એસ્ટેટમાં પારદર્શિતા આવી
11:17:26 નાણાં મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે મોદી સરકારે કમરતોડ મોંઘવારીની જ કમર તોડી નાખી
11:14:49 આપણી અર્થવ્યવસ્થા બહુ ઝડપથી આગળ વધી રહી છે, દુનિયામાં છઠ્ઠા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે: પિયૂષ ગોયલ
11:11:58 ખેડૂતોની આવકમાં વધારો નોંધાયો: પિયૂષ ગોયલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાફ અને મજબૂત સરકાર આપી: પિયૂષ ગોયલ
11:08:18 લોકસભાની કાર્યવાહી શરૂ, નાણાં મંત્રી પિયૂષ ગોયલ વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરી રહ્યાં છે.
11:01:02 કેન્દ્રીય કેબિનેટે વચગાળાના બજેટ 2019-20ને મંજૂરી આપી દીધી છે, થોડી વારમાં જ સંસદમાં રજૂ થશે બજેટ
10:47:25 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંસદ પહોંચી ચૂક્યા છે અને કેબિનેટની બેઠક કરી રહ્યાં છે
10:45:52 વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને રવિશંકર પ્રસાદ પણ કેબિનેટની બેઠક માટે સંસદ પહોંચ્યા
#Delhi: Union Ministers Sushma Swaraj, Rajnath Singh, and Ravi Shankar Prasad arrive at the Parliament. Following the Cabinet meeting, Piyush Goyal will present the interim Budget 2019-20 at 11 am #Budget2019#TV9News pic.twitter.com/q7ih9zX3Oa
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
10:08:55 નાણાં મંત્રી પિયૂષ ગોયલ પહોંચ્યા સંસદ, VIDEO
રાષ્ટ્રપતિ બજેટને આપી ઔપચારિક મંજૂરી
#Delhi: Finance Minister Piyush Goyal arrives at the Parliament with the #Budget briefcase. Following the Cabinet meeting, he will present the interim #Budget 2019-20 at 11 am#Budget2019 #TV9News pic.twitter.com/1xTGkuBLYD
— tv9gujarati (@tv9gujarati) February 1, 2019
10:06:10 નાણાં મંત્રી પિયૂષ ગોયલ પહોંચ્યા સંસદ
કેન્દ્રની મોદી સરકારનું વર્તમાન મુદતનું આખરી વર્ષે છે અને આજે તેનું આખરી કેન્દ્રીય બજેટ રજૂ કરાશે. આ વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ બજેટને વચગાળાનું બજેટ પણ કહેવાય છે.
હાલ હંગામી નાણાં પ્રધાન પિયૂષ ગોયલ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. કહેવાય છે કે આ બજેટમાં ખેતીવાડી ક્ષેત્રે અમુક રાહતકારી પગલા લઈને ખેડૂતો અને ગ્રામીણ જનતાને આકર્ષવાનો પ્રયાસ કરશે. તો સાથે જ કરવેરામાં અમુક કાપ મૂકીને શહેરી વિસ્તારના મધ્ય વર્ગના મતદારોને પણ રીઝવવાનો પ્રયાસ કરાશે.
આ બજેટમાં સોનાની ડ્યુટીમાં કાપ મૂકાય તેવી અટકળો છે. તો સ્વાસ્થ્ય ક્ષેત્રે બજેટ ફાળવણીમાં 5 ટકાનો વધારો કરાય તેવી શક્યતા છે. મધ્યમ અને વઘુ ઉદ્યોગો માટે કરમાફીમાં વધારાની શક્યતા છે તો બેંકિંગ ક્ષેત્રે પણ મહત્ત્વની જાહેરાતો કરાય તેવી શક્યતા છે. ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીઝ ઉપરનો ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઘટે તેમ પણ કહેવાઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાશે. તો સ્ટાર્ટઅપ્સ માટે પણ રાહતના સમાચાર આવી શકે છે કે એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવશે.
ત્યારે હવે રાહ જોવાની 11 વાગ્યાની કે જ્યારે કેન્દ્ર સરકાર સંસદમાં બજેટ રજૂ કરી તમામ અટકળોનો અંત લાવશે.
—
1 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે 11 કલાકે કેન્દ્રની મોદી સરકાર તેનું અંતરિમ બજેટ રજુ કરશે. આગામી લોકસભાની ચૂંટણીને જોતાં આ બજેટનું ખાસ મહત્વ રહેશે. બજેટ સંબંધિત તમામ માહિતીઓ અને તમામ અપડેટ અહીં તમને મળી રહેશે.
આ પણ વાંચો : Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો
ખાસ વાત એ છેકે દેશના નાણામંત્રી અરૂણ જેટલી હોવા છતાં આવતી કાલે બજેટ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ રજુ કરશે. અરૂણ જેટલીની તબિયત સારી ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.