
અનુલોમ વિલોમ પ્રાણાયામ - માત્ર શ્વાસ લેવાની સાચી રીત આરોગ્યમાં ઘણો ફેરફાર લાવી શકે છે. બાળકોને શ્વાસ લેવાની આ તકનીકો શીખવવાથી સહનશક્તિ વધારવા, ફેફસાંની ક્ષમતા વધારવા અને ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.

સર્વાંગાસન - સર્વાંગાસન એ કરોડરજ્જુને મજબૂત કરવા માટે લાભદાયક છે. ઉપરાંત માથા તરફ લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.