
સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ : આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ધનુરાસન અથવા ધનુષ મુદ્રા : આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

નૌકાસન : અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

કટિચક્રાસન યોગ : આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.