World Mosquito Day 2021: શું મચ્છરો વરસાદી મોસમની મજા બગાડે છે, અજમાવો મચ્છર ભગાડવાના દેશી ઉપાય

|

Aug 20, 2021 | 12:48 PM

મચ્છરોમાં રોગો ફેલાવવાની ક્ષમતા હોય છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો મચ્છરથી થાય છે. આ સ્થિતિમાં મચ્છરોને ભગાડવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

World Mosquito Day 2021: શું મચ્છરો વરસાદી મોસમની મજા બગાડે છે, અજમાવો મચ્છર ભગાડવાના દેશી ઉપાય
World Mosquito Day 2021

Follow us on

World Mosquito Day 2021 : વરસાદ (Rain)નું વાતાવરણ કોને ન ગમે ? પરંતુ આ ઋતુમાં રસ્તાઓ પર પાણી જમા થવાના કારણે મચ્છરો (Mosquito)ની ફોજ તૈયાર થઈ જાય છે. પછી આ સેના એકસાથે આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને ચોમાસાની મોસમ (Monsoon Season) ની મજા બગાડે છે. સાથે જ આપણું જીવન પણ મુશ્કેલ બની જાય છે.

મચ્છર માત્ર આપણું લોહી જ પીતા નથી, પરંતુ તે રોગો ફેલાવવાની ક્ષમતા પણ ધરાવે છે. મેલેરિયા અને ડેન્ગ્યુ (Dengue) જેવા રોગો મચ્છરો (Mosquito) દ્વારા જ ફેલાય છે. દર વર્ષે ઘણા લોકો આ રોગોને કારણે પોતાનો જીવ ગુમાવે છે.

ભલે તમે મચ્છરને દૂર રાખવા માટે મૉસકિટો રિપ્લેટ્સનો ઉપયોગ કરો અથવા ઓરડાને જાળીદાર દરવાજા અને બારીઓ બંધ કરી દો. એકવાર આ મચ્છર ઘરમાં પ્રવેશી જાય પછી તેઓ સરળતાથી પીછો છોડતા નથી. બીજી બાજુ મૉસ્કિટો કોઇલ (Mosquito Coil) લગાવવાથી મચ્છર મરી જતા નથી, પરંતુ તેના ધુમાડાથી આપણા શરીરને ચોક્કસપણે નુકસાન થાય છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

અભ્યાસો દર્શાવે છે કે, એક મૉસ્કિટો કોઇલ 100 સિગારેટ (Cigarettes) જેટલું નુકસાન કરે છે. આવી સ્થિતિમાં, કેટલાક ઘરેલું ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વિશ્વ મચ્છર દિવસ દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. અહીં જાણો મચ્છરોથી છુટકારો મેળવવાની કુદરતી રીતો, જે મચ્છરોને પણ દૂર કરશે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન નહીં કરે.

1. બે થી ત્રણ તજના પાન લો. હવે એક બાઉલમાં લીમડાનું તેલ લો અને તેમાં એક ચમચી કપૂર પાવડર મિક્સ કરો. તેના એક કે બે ટીપા પાંદડા પર મૂકો. આ તેલને બધા પાંદડા પર ફેલાવીને બાળી નાખો. પાંદડામાંથી નીકળતો ધુમાડો 10 થી 15 સેકન્ડમાં મચ્છરોને ભગાડવાનું શરૂ કરશે કારણ કે તે ફાસ્ટ કાર્ડની જેમ કામ કરે છે.

2. પૂજા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, તે મચ્છરના કરડવાથી પણ રક્ષણ આપી શકે છે. તમે તમારો રૂમ બંધ કરો અને તેમાં 10 મિનિટ સુધી કપૂર સળગાવો, મચ્છર તેની ગંધથી ભાગી જશે. આ પછી, બારીઓ અને દરવાજા બંધ કરો અને ધુમાડો થોડા સમય માટે ઘરમાં રહેવા દો. થોડા સમયમાં બધા મચ્છર મરી જશે.

3. મચ્છરને લસણની ગંધ પણ પસંદ નથી. આવી સ્થિતિમાં લસણની કળીઓને વાટીને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને ઠંડુ કર્યા બાદ તેને સ્પ્રે બોટલમાં ભરો અને તેને ઘરના દરેક ખૂણામાં સ્પ્રે કરો. આ સાથે તમને મચ્છરોની સમસ્યામાંથી છુટકારો મળશે. તમે આ સ્પ્રે તમારા શરીર પર થોડું પણ છાંટી શકો છો.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Cricket Match : શું તમે જાણો છો ઓલિમ્પિકમાં રમાયેલી ક્રિકેટ મેચ વિશે ? ટીમ 26 રનમા થઈ હતી ઓલઆઉટ

Next Article