World Maritime Day 2021: વિશ્વ દરિયાઈ દિવસ દરમિયાન, સમુદ્રી સલામતી અને દરિયાઈ પર્યાવરણ તેમજ કોઈ ચોક્કસ વિસ્તારમાં IMO અંગે લોકોનુ ધ્યાન ખેંચવામાં આવે છે. સામાન્ય રીતે દરિયાઇ ઉદ્યોગ ( Maritime Industry) દ્વારા જ મોટાભાગની વિશ્વની અર્થવ્યવસ્થા કાર્ય કરી રહી છે. આ એક વાસ્તવિકતા છે જે ઘણા લોકોના ધ્યાન પર આવતી નથી.
વિશ્વ દરિયાઈ દિવસનો ઈતિહાસ અને મહત્વ
વર્ષ 1948 માં જિનીવામાં આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા IMO (International Maritime Organization) ની સ્થાપના માટે એક બેઠક યોજવામાં આવી હતી, સંયુક્ત રાષ્ટ્રની આ વિશિષ્ટ એજન્સી મુખ્યત્વે શિપિંગ માટે વ્યાપક નિયમનકારી માળખું વિકસાવે છે.
પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી ?
IMO નો મુખ્ય ઉદ્દેશ સલામતી, (Safety) પર્યાવરણીય મુદ્દાઓ, કાનૂની મુદ્દાઓ, તકનીકી સહયોગ, દરિયાઇ સલામતી અને દરિયાઇ કાર્યક્ષમતા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 17 માર્ચ, 1978 ના રોજ પ્રથમ વખત વિશ્વ દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વના અર્થતંત્રમાં દરિયાઈ ઉદ્યોગનુ વિશેષ મહત્વ
વિશ્વમાં શિપિંગના મહત્વના યોગદાન અંગે જાગૃતિ લાવવાના ધ્યેય સાથે આ દરિયાઈ દિવસની (Maritime Day) ઉજવણી કરવામાં આવે છે. આ પહેલ દરિયાઇ સમુદાયને એકીકૃત કરવાનો નોંધપાત્ર પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન દ્વારા વર્ષ 2021 ને દરિયાઈ મુસાફરો માટે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે, ઉપરાંત મુખ્ય યોગદાનકર્તા જેમણે કોવિડ -19 રોગચાળા સામે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
વિશ્વ દરિયાઈ દિવસ 2021ની થીમ
આ વર્ષ IMO દ્વારા વિશ્વ દરિયાઈ દિવસની થીમ “Seafarers: at the core of shipping’s future” રાખવામાં આવી છે. આ દિવસનો મુખ્ય ઉદેશ શિપિંગમાં જોડાયેલા લોકોની ભૂમિકાઓને પ્રકાશિત કરીને તેમને પ્રોત્સાહન આપવાનુ છે.
આ પણ વાંચો: મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી