
ભગવાનએ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સર્જનહાર છે. તેમણે રહેવા માટે પૃથ્વીનું સર્જન કર્યું. તેના પર પર્વત, નદી, દરિયા જેવી કુદરતી સૌદર્યની રચના કરી. તેની જાળવણી અને પૃથ્વી પર રહી શકે તે માટે અનેક પ્રકારના જીવનું સર્જન કર્યું. અને તેમાં પણ તેણે માણસોના શરીરનું શ્રેષ્ઠ સર્જન કર્યું. તેમણ બોલવા માટે મોં, ચાલવા માટે પગ, કામ કરવા માટે હાથ અને સાંભળવા માટે કાનનું સર્જન કર્યું. પણ કેટલીક વાર માણસ પોતાની ભૂલોને કારણે ભગવાનની આ અનમોલ ભેટને નુકશાન પહોંચાડતો હોય છે.
એકબીજા સાથે સંવાદ કરવા માટે દરેક વ્યક્તિના કાનમાં સારી શ્રવણશક્તિ હોવી જરુરી છે. આજકાલ ધ્વનિ પ્રદૂષણ તથા મોબાઈલ-નશાની આદતને કારણે ઘણા લોકો પોતાની શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, સિગારેટ અને દારુના સેવનની આદતને કારણે કરોડો લોકો શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર, દુનિયામાં 1.5 અરબ લોકો શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વર્ષ 2050 સુધીમાં આ આંકડો 2.5 અરબને પાર પહોંચી શકે છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે સૌથી વધારે યુવા લોકો પહેલા શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.