
જ્યારથી Paytm વોલેટ બંધ થવાના સમાચાર આવ્યા છે. સામાન્ય યુઝર્સના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો એ વિચારીને ચિંતિત છે કે પહેલા તેઓ ટિકિટ બુક કરવા પેટીએમ વોલેટમાં પૈસા એડ કરીને સરળતાથી પેમેન્ટ કરી લેતા હતા, શું હવે આ શક્ય નહીં બને? અને જો નહીં, તો બીજો વિકલ્પ શું હોય શકે છે? તો આજે આ ન્યૂઝમાં તમને આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છીએ.
IRCTC વેબસાઇટ કે જ્યાંથી તમે ટિકિટ બુક કરો છો. તેની પોતાની ઈ-વોલેટ સેવા છે, જે IRCTC દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેનો ઉપયોગ તત્કાલ ટિકિટ સહિત ટ્રેન ટિકિટ બુક કરવા માટેની ચુકવણી સુધીની બધી સુવિધાઓ આપવામાં આવે છે.
IRCTC વેબસાઈટ અનુસાર IRCTC ટ્રાન્ઝેક્શન પાસવર્ડ/PIN નંબર આપીને IRCTC eWallet દ્વારા સુરક્ષિત બુકિંગ સર્વિસ આપે છે, જે IRCTC eWallet દ્વારા કરવામાં આવતી દરેક બુકિંગ માટે દાખલ કરવું જરૂરી છે. અહીં એ પણ જણાવી દઈએ કે જ્યારે કોઈપણ આપેલી બેંક ઓફલાઈન થઈ જાય, ત્યારે પણ તમે તમારા IRCTC eWallet પરથી ટિકિટ બુક કરી શકો છો.
Published On - 10:33 am, Sun, 4 February 24