Solo Trip : તમને એકલા ફરવાનું પસંદ હોય તો એક વાર જરૂર ફરવા જાઓ આ સુંદર સ્થળો પર

|

Aug 02, 2022 | 3:29 PM

કેટલાક લોકોને ફરવાનો ખૂબ શોખ હોય છે. પરંતુ કોઈના સાથના અભાવે તેઓ ટ્રિપ પર જવાનો પ્લાન બનાવી શકતા નથી. કેટલાક લોકો એવા છે જેઓ એકલા ફરવા માટે (Solo Trips) બહાર જાય છે.

1 / 5
જો તમે સોલો ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં એવા સ્થળો માટેના કેટલાક આઈડિયા છે જ્યાં તમે સોલો ટ્રિપ માટે જઈ શકો.

2 / 5
દાર્જિલિંગ - પશ્ચિમ બંગાળ રાજ્યમાં હિમાલયની તળેટીમાં સ્થિત દાર્જિલિંગ એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. ઉનાળામાં ફરવા માટે આ એક સુંદર સ્થળ છે. અહીંની ચા દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંના ચાના બગીચા તમને મંત્રમુગ્ધ કરી દેશે.

3 / 5
ઋષિકેશ - ઋષિકેશ ફરવા માટે ખૂબ જ સારું સ્થળ છે. અહીં અનેક યોગ અને ધ્યાન કેન્દ્રો છે. અહીં તમે યોગાભ્યાસ અને મેડિટેશન કરી શકશો. તે તમારા સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે પણ સારું છે. ગંગા આરતીમાં સામેલ થઈ શકો છો. આ અનુભવ એટલો અનોખો છે કે તમે તેને જીવનભર યાદ રાખશો.

4 / 5
રાજસ્થાન - જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમે રાજસ્થાન જઈ શકો છો. તમે અહીં મહેલો અને કિલ્લાઓ જોવાનો અનુભવ લઈ શકો છો. અહીં પુષ્કર, જેસલમેર અને જયપુરમાં ફરવા માટે ખૂબ જ સારી જગ્યાઓ છે. તમે સોલો ટ્રીપ માટે અહીં જઈ શકો છો.

5 / 5
કસોલ - હિમાચલ પ્રદેશમાં સ્થિત કસોલ એક ખૂબ જ સુંદર જગ્યા છે. કસોલ હિમાચલની પહાડીઓમાં આવેલું એક નાનું અને ખૂબ જ સુંદર ગામ છે. આ જગ્યાની સુંદરતા તમારા મનને મોહી લેશે. તમે અહીં ટ્રેકિંગ પણ કરી શકો છો. તમને આ જગ્યા ખૂબ જ ગમશે.

Next Photo Gallery