Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો

|

Mar 26, 2023 | 11:55 AM

કેદારનાથ માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ઉત્તરાખંડ સરકાર અને IRCTC વચ્ચે એક એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.

Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો

Follow us on

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ નહીં થાય. જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે. અત્યાર સુધી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ પવન હંસ દ્વારા થતું હતું.

હેલિપેડ પર એરપોર્ટ જેવી સિસ્ટમ હશે. હેલિપેડ પર પ્રવેશતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને પછી બોર્ડિંગ પાસ આપવામાં આવશે. ટિકિટ બુકિંગ માટે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અને IRCTC વચ્ચે એક એમઓયુ પર સાયન કરવામાં આવ્યા છે. બુધવારે સચિવાલય ખાતે ઉકાડાના સીઇઓ સી. રવિશંકર અને આઇઆરસીટીસીના ડાયરેક્ટર જનરલ સુનીલ કુમારે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

ટિકિટનું બુકિંગ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે

IRCTC એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ટિકિટ બુકિંગ માટે પોર્ટલ ખોલશે. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. આ બુકિંગ 1લી એપ્રિલથી શરૂ થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચાર ધામ યાત્રા માટે 6 લાખ નોંધણી

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે દર્શન માટે ભક્તો માટે ખુલશે.

ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની ઓનલાઈન પૂજા માટે ટૂંક સમયમાં બુકિંગ શરૂ થશે

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવશે. આ માટે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીકેટીસીનું ડિજીટાઈઝેશન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. BKTCના પ્રમુખ અજેન્દ્ર અજય કહે છે કે ITનો ઉપયોગ વિસ્તારવામાં આવી રહ્યો છે. જેથી ભક્તોના દર્શન અને દાન આપવાની વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી શકાય.

Next Article