ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. IRCTCએ વારાણસી માટે ખૂબ જ વૈભવી અને શાનદાર પ્રવાસ પેકેજ લાવ્યું છે. પેકેજમાં તમને કાશી વિશ્વનાથ મંદિર, કાલ ભૈરવ મંદિર, અન્નપૂર્ણા ઘાટ, ભારત માતા મંદિર અને સારનાથની મુલાકાત લેવાની તક મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજ વિશે જાણકારી આપી છે. તમે માત્ર રૂ. 5,865ના શાનાદાર પેકેજમાં વારાણસીની મુસાફરી કરી શકો છો.
ઉનાળુ વેકેશન આવતાની સાથે જ લોકો ફરવાનું પ્લાનિંગ કરવા લાગે છે. લોકો તેમના બજેટ પ્રમાણે ફરવા માટેના સ્થળોનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ ઉનાળાના વેકેશનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો IRCTCનો આ પ્લાન તમારા માટે છે. IRCTC દેશમાં અલગ-અલગ સ્થળો માટે ટૂર પ્લાન લાવતું રહે છે.
દર સોમવારે વારાણસી માટેની ટ્રેન જોધપુર અને જયપુરથી ઉપડશે. આ પેકેજ 3 રાત અને 4 દિવસ માટે છે. આ પેકેજમાં તમને ટ્રેનમાં સ્લીપર અથવા થર્ડ એસીમાં મુસાફરી કરવા મળશે. આ સિવાય ફરવા માટે કેબ અને બસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. IRCTC દ્વારા રાત્રિ રોકાણ માટે હોટલની સુવિધા પણ આપવામાં આવશે.
આ પણ વાંચો : Summer Vacations: આ ઉનાળામાં કાશ્મીર જાવ તો ખીણના આ 5 છુપાયેલા સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, જુઓ Video
આ પણ વાંચો : જૂન મહિનામાં આ પ્રવાસન સ્થળો મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે, જાણો આ કુદરતી સૌદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળો વિશે
ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહી છે.આ ટૂર પેકેજ માટે બુકિંગ IRCTC વેબસાઇટ www.irctctourism.com પર જઈને ઓનલાઈન કરી શકાય છે.