
IRCTCના નવા ટૂર પેકેજ દ્વારા ભક્તો તિરુપતિ બાલાજીના દર્શન કરી શકશે. IRCTCનું આ ટૂર પેકેજ તે ભક્તો માટે ટૂર પેકેજ છે જેઓ તિરુપતિ બાલાજીના દર્શન કરવા માગે છે. આ ટૂર પેકેજ મુંબઈથી શરૂ થશે અને ટૂર પેકેજનું નામ છે તિરુપતિ બાલાજી દર્શન (TIRUPATI BALAJI DARSHAN ) છે. ચાલો IRCTC ના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ. IRCTCના આ ટૂર પેકેજમાં, મુસાફરી ટ્રેન મોડથી થશે. તમે આ ટૂર પેકેજ 7,000 રૂપિયામાં બુક કરી શકો છો.
આ પેકેજ માટે, તમને 31મી માર્ચ સુધી મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી દરરોજ ટ્રેન મળશે.તિરુપતિ બાલાજીનું આ ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનું છે. આ ટૂર પેકેજમાં ભક્તોના રહેવા અને ભોજનની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. આ સાથે કેબની સુવિધા પણ આપવામાં આવશે.વધુ માહિતી માટે અહિ ક્લિક કરી શકો છો
तिरुपति बालाजी भारत के प्रसिद्द मंदिरों में से एक है। यह मंदिर भारतीय वास्तु कला और शिल्प कला का उत्कृष्ट उदाहरण है। IRCTC के पैकेज के साथ आप भी इस तीर्थ स्थल के दर्शन कीजिये। आज ही बुक करें https://t.co/7KZiGX1n2C
— IRCTC (@IRCTCofficial) February 22, 2023
મુસાફર સ્ટાન્ડર્ડ કે કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરી શકે છે. જો તમે સ્ટાન્ડર્ડ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે એક જ પ્રવાસ પર વ્યક્તિ દીઠ 9050 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જો તમે બે લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે પ્રતિ વ્યક્તિ 7390 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જો તમે ત્રણ લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે 7290 રૂપિયા ચૂકવવા પડશે.
તમે આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા મેળવી શકો છો. તિરુપતિ બાલાજી ભારતના મુખ્ય મંદિરોમાંનું એક છે. જ્યાં દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે. તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. બાલાજી મંદિર તિરુમાલા પર્વત પર આવેલું છે. આ મંદિરનું રિયલ નામ શ્રી વેંકટેશ્વર સ્વામી છે જે સ્વયં ભગવાન વિષ્ણુ છે.