IRCTC પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને મુસાફરોની સુવિધા માટે ઘણા ટૂર પેકેજ ઓફર લઈને આવે છે. આ ટૂર પેકેજોની વિશેષતા એ છે કે, તે મુસાફરોને સુવિધા પૂરી પાડે છે અને ઓછા ખર્ચે મુસાફરો દેશ-વિદેશમાં મુસાફરી કરે છે. હવે IRCTC ઇજિપ્ત માટે ટૂર પેકેજ લાવ્યું છે, જેના દ્વારા તમે સસ્તામાં ઇજિપ્તની મુલાકાત લઇ શકો છો. જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડશે અને જો તમે બે કે ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો, તો તમને થોડું સસ્તું મળશે. આ ટૂર પેકેજ કોલકાતાથી શરૂ થશે.
IRCTCનું આ ટૂર પેકેજ 28 માર્ચથી શરૂ થશે. ઇજિપ્તનું આ ટૂર પેકેજ 10 રાત અને 11 દિવસનું છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને ગાઈડની સુવિધા મળશે. આ સાથે આ ટૂર પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવી રહી છે. IRCTCનું આ ટૂર પેકેજ કોલકાતાથી શરૂ થઈ રહ્યું છે. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો
આ પણ વાંચો : IRCTC Package: મનાલીની વાદીઓમાં મનાવો હનીમૂન , IRCTC લાવ્યું સસ્તામાં ટુર પેકેજ કે જે Honeymoonને બનાવશે યાદગાર
IRCTCના આ ટૂર પેકેજમાં મુસાફરોના રહેવા અને ભોજનની વ્યવસ્થા માત્ર રેલવે દ્વારા જ કરવામાં આવશે. મુસાફરોને નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળશે. મુસાફરોને રહેવા માટે સારી હોટલ આપવામાં આવશે. IRCTCના આ ટૂર પેકેજનું નામ છે MYSTERIES OF EGYPT EX-KOLKATA. આ ટૂર પેકેજમાં મુસાફરોને ફ્લાઈટ દ્વારા મુસાફરી કરાવવામાં આવશે. જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 2,01,100 રૂપિયાનું ભાડું ચૂકવવા પડશે.
જો તમે આ ટૂર પેકેજમાં બે લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 1,75,000 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે પ્રતિ વ્યક્તિ 1,72,600 રૂપિયાનો ખર્ચ થશે
આ પણ વાંચો : IRCTCના આ ટૂર પેકેજમાં હોળી પછી જઈ શકો છો ઊટી ફરવા, બસ થોડો જ થશે ખર્ચ
જો તમે આ ટૂર પેકેજ હેઠળ બુકિંગ કરી રહ્યા છો, તો તમારી પાસે ડબલ વેક્સિનેશનનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. આ સાથે, તમારા માટે કોવિડની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી રહેશે.