IRCTC : ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર ! નવરાત્રીમાં IRCTC માત્ર આટલા રુપિયામાં આપી રહ્યું છે વ્રતની થાળી

|

Oct 18, 2023 | 1:32 PM

IRCTC ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ એક ખાસ ઑફર છે. રેલવેનું આ પગલું નવરાત્રિ પર વ્રત રાખનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને આ ગિફ્ટ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે. વાસ્તવમાં, અમે નવરાત્રિ દરમિયાન પ્રવાસીઓને આપવામાં આવતી 'વ્રત થાળીને લઈને લોકો સારી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આઈઆરટીસીએ આ અંગે અનેક સૂચનાઓ પણ જાહેર કરી છે.

IRCTC : ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર ! નવરાત્રીમાં IRCTC માત્ર આટલા રુપિયામાં આપી રહ્યું છે વ્રતની થાળી
Good news for people traveling by train In Navratri

Follow us on

IRCTC: ભારતીય રેલવે તેના તમામ મુસાફરોની મુસાફરીને વધુ સારી બનાવવા માટે સતત કામ કરે છે. તહેવારોની મોસમ દરમિયાન, જ્યારે રેલવે વિશેષ ટ્રેનો ચલાવે છે, ત્યારે કેટલીક ટ્રેનોની આવર્તન પણ વધી જાય છે. આ સંદર્ભમાં, રેલવેએ હવે નવરાત્રીને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે સ્પેશિયલ સુવીધા ઉભી કરી છે.

મોટાભાગે લોકો નવરાત્રી દરમિયાન મુસાફરી કરતા હોય છે. ત્યારે આ તહેવારમાં ઉપવાસ પણ રાખતા હોય છે ત્યારે તેમણે ઉપવાસને લઈને ઘરેથી ફરાળની વસ્તુઓ લઈને મુસાફરી કરવી પડતી હોય છે. પણ IRCTએ પર્વ તેમજ મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં જ વ્રતની સ્પેશિયલ થાળી આપવાનો નિર્ણય કર્યો છે. આઈઆરટીસીએ આ અંગે સૂચના અગાઉ જાહેર કરી હતી.

IRCTC મુસાફરો માટે લાવ્યુ વ્રત થાળીની ઓફર

આઈઆરસીટીસીના પીઆરઓ આનંદ કુમાર ઝાએ કહ્યું કે નવરાત્રિ દરમિયાન ઉપવાસ દરમિયાન ઘણા મુસાફરો ખાવા-પીવાની ચિંતા કરે છે. જેને ધ્યાનમાં રાખીને વિશેષ ઉપવાસની થાળી કે વ્રત થાળીનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. માંગ પ્રમાણે આ વ્યવસ્થા આગળ પણ ચાલુ રાખવામાં આવશેનું પણ જણાવ્યું હતુ

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

IRCTCની આ વ્રત થાળીમાં શું મળે છે?

  • રૂ 99 – ફળો, સિંઘોડાના લોટના પકોડા, દહીં
  • રૂ. 99- 2 પરાઠા, સૂકી ભાજી (બટાકા), સાબુદાણા ખીર
  • રૂ. 199- 4 પરાઠા, 3 સબ્જી, સાબુદાણાની ખીચડી
  • 250- પનીર પરાઠા, આલૂ પરાઠા, સિંઘોળાના લોટની વાનગી આપવામાં આવશે.

કેવી રીતે મંગાવી શકાય છે વ્રત થાળી ?

IRCTCના આ નિર્ણયથી ઉપવાસ દરમિયાન મુસાફરી કરતા મુસાફરોની સમસ્યા દૂર થઈ ગઈ છે. નવરાત્રિ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ઉપવાસ માટે ડુંગળી, લસણ અને મીઠા વગરનું ભોજન આપવામાં આવશે. IRCTC 400 સ્ટેશનો પર આ સુવિધા આપશે. આ થાળી મંગાવવા માટે પેસેન્જરે 1323 પર કોલ કરીને બુકિંગ કરાવવું પડશે. પછી થોડા સમય પછી, સ્વચ્છ વ્રત થાળી તમારી સીટ પર પહોંચાડવામાં આવશે. ગયા વર્ષે પણ આવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.

IRCTC ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ એક ખાસ ઑફર છે. રેલવેનું આ પગલું નવરાત્રિ પર વ્રત રાખનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને આ ગિફ્ટ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે. વાસ્તવમાં, અમે નવરાત્રિ દરમિયાન પ્રવાસીઓને આપવામાં આવતી ‘વ્રત થાળીને લઈને લોકો સારી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આઈઆરટીસીએ આ અંગે અનેક સૂચનાઓ પણ જાહેર કરી છે. ચોક્કસ, IRCTCની આ ઓફર ઉપવાસ દરમિયાન જમવાને લઈને મુસાફરોના તણાવને ઘણી હદ સુધી દૂર કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article