Travel Tips : પ્રવાસ દરમ્યાન આ નાસ્તાને સાથે રાખો, મુસાફરી દરમ્યાન નહીં આવે કોઈ તકલીફ

|

Mar 23, 2022 | 8:28 AM

ઘણા લોકો મૂંઝવણમાં રહે છે કે ટ્રાવેલિંગ દરમ્યાન ભોજનમાં શું ખાવું અને નવું ખાવું. કારણ કે ખાણી પીણી તમારો પ્રવાસ બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે.

Travel Tips : પ્રવાસ દરમ્યાન આ નાસ્તાને સાથે રાખો, મુસાફરી દરમ્યાન નહીં આવે કોઈ તકલીફ
Food during travelling (Symbolic Image )

Follow us on

કેટલીકવાર મુસાફરી(Travelling ) કરતી વખતે તંદુરસ્ત ખોરાક(Food ) શોધવાનું ખૂબ મુશ્કેલ હોય છે. વધુ પડતી ભૂખને કારણે લોકો બિનઆરોગ્યપ્રદ ખોરાક લે છે. જેના કારણે ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તે મુસાફરીની મજા તો બગાડે છે પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. મુસાફરી કરતી વખતે બિનઆરોગ્યપ્રદ ખાવાથી બચવા માટે તમે આ ટીપ્સને પણ અનુસરી શકો છો.

સુકા ફળો સાથે રાખો –

મુસાફરી દરમિયાન બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાનું ટાળો. તેના બદલે તમે ડ્રાય ફ્રુટ્સ વગેરેનું સેવન કરી શકો છો. મુસાફરી કરતી વખતે તમારી સાથે ડ્રાય ફ્રુટ્સનું બોક્સ રાખો. રસ્તામાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ્સ ખાઓ. આ ખૂબ જ આરોગ્યપ્રદ છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, તેઓ તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે.

તાજા ફળોનું સેવન કરો –

રસ્તામાં તાજા ફળોનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. તમે કેળા, સફરજન, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ફળોનું સેવન કરી શકો છો. આ તમને દિવસભર ઉર્જાવાન રાખશે. ખાતરી કરો કે તમે દિવસમાં એકવાર તાજા ફળોનું સેવન કરો છો. તે તમને બિનઆરોગ્યપ્રદ ખાવાથી બચાવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પૂરતું પાણી પીવો –

પૂરતું પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ વધે છે. તે તમને ડિહાઇડ્રેશનથી બચાવે છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ગેસ્ટ્રિકની સમસ્યાથી બચવામાં મદદ કરે છે. મુસાફરી દરમિયાન પૂરતું પાણી પીઓ. તે તમને ફ્રેશ અને એનર્જેટિક રાખે છે.

તેલયુક્ત ખોરાક ટાળો –

મુસાફરી કરતી વખતે, લોકો બટેટાના પરાઠા, છોલે ભટુરે અને તળેલા નાસ્તા વગેરે જેવી વસ્તુઓ ખાય છે. તેનાથી ઉબકા અને ઉલ્ટી પણ થઈ શકે છે. તેથી મુસાફરી કરતી વખતે વધુ પડતો તેલયુક્ત ખોરાક ન લેવાનો પ્રયાસ કરો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

ઉનાળામાં પેટ ભરેલું અને ફૂલેલું રહે છે ? અજમાવો આ ઉપાય, 2 મિનિટમાં જ મટાડશે ગેસ, એસીડીટી અને અપચો

Bad Habits : આ 6 ખરાબ આદતો હાડકાંને બનાવે છે નબળા, આજથી જ બદલો આદત

Next Article