રાતના સમયે થાય સૂકી ઉધરસની સમસ્યા, આ ટિપ્સથી મળશે છુટકારો

|

Sep 25, 2022 | 11:51 PM

આ સૂકી ઉધરસને (Dry cough) કારણે છાતીમાં દુખાવો પણ થાય છે અને રાતની ઉંઘ પણ ખરાબ થાય છે. કેટલાક ઘરેઘથ્થૂ ઉપાયોથી આવી ખાંસીમાંથી છૂટકારો મેળવી શકાય છે. જાણો તેના માટેની માહિતી આ અહેવાલમાં.

રાતના સમયે થાય સૂકી ઉધરસની સમસ્યા, આ ટિપ્સથી મળશે છુટકારો
Dry cough at night

Follow us on

Health Care Tips : ખાંસી આપણા માટે એક સમસ્યા છે. આપણા ગળામાં જે કફ જમા હોય છે તે ખાંસી દ્વારા સાફ થાય છે. પણ વધારે પડતી ખાંસીને કારણે તકલીફ થાય છે ઘણા લોકોને રાત્રે સૂતા સમયે સૂકી ઉધરસની સમસ્યા થાય છે. આ સૂકી ઉધરસને (Dry cough) કારણે છાતીમાં દુખાવો પણ થાય છે અને રાતની ઉંઘ પણ ખરાબ થાય છે. કેટલાક ઘરેઘથ્થૂ ઉપાયોથી આવી ખાંસીમાંથી છૂટકારો મેળવી શકાય છે. જાણો તેના માટેની માહિતી આ અહેવાલમાં.

કાળા મરી અને મીઠું

કાળા મરી  અને મીઠાના સેવનથી ખાંસી દૂર કરવામાં મદદ મળ છે. એક પાત્રમાં વાટેલું કાળા મરી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. તેની સાથે સાથે તેમાં મધ ઉમેરી, તે મિશ્રણનું સૂતા પહેલા સેવન કરો. તેનાથી ખાંસી દૂર કરવામાં મદદ મળશે.

આદું અને ગોળ

ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેમાં નેચરલ શુગર હોય છે. તેના કારણે શરીરના લોહીમાં ગ્લુકોઝનું લેવલ નથી વધતુ. ખાંસીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગોળ સાથે આદું ખાવું જોઈએ. એક પાત્રમાં ગરમ ગોળ અને તેમાં છીણેલું આદુનો રસ ઉમેરો. આ મિશ્રણનું નિયમિત સૂતા પહેલા સેવન કરો. થોડા દિવસમાં તમને ખાંસીમાંથી રાહત મળશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગરમ પાણી અને મધ

ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી રાત્રે થતી ખાંસીમાંથી રાહત મળે છે. ગરમ પાણીથી ગળાની અનેક સમસ્યાઓ દૂર થાય છે. અને સામાન્ય ખાંસીમાંથી પણ છુટકારો મળે છે.

તુલસીના પત્તા અને મધ

તુલસીના પત્તા સૂકી ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ખુબ ફાયદાકારક છે. તુલસીના પત્તામાં ઘણા ઔષધીય ગુણો છે. તે શરદી અને ફલૂ જેવા લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા તુલસીના પત્તા અને મધ ખાવાથી ખાંસી દૂર કરવામાં મદદ મળે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Published On - 11:42 pm, Sun, 25 September 22

Next Article