Health Care: મહિલાઓને પ્રેગ્નન્સીમાં લીલા નાળિયેર છે અમૃત સમાન, લીલા નાળિયેર ખાવાથી થાય છે આ 6 ફાયદા

|

Jun 27, 2022 | 1:40 PM

નારિયેળને (Green Coconut) વધુ પડતાં ટ્રોપિકલ કંન્ટ્રીમાં ટ્રેડિશનલ કુકિંગમાં તેનો ઉપયોગ કરાય છે. નારિયેળમાં અનેક ગુણો હોય છે. કાચા નારિયેળનું પ્રેગ્નન્સી સમયે સેવન કરવાથી અનેક ફાયદા (Green Coconut Benefits) થાય છે.

Health Care: મહિલાઓને પ્રેગ્નન્સીમાં લીલા નાળિયેર છે અમૃત સમાન, લીલા નાળિયેર ખાવાથી થાય છે આ 6 ફાયદા
green coconut benefits in pregnancy

Follow us on

ગરમીના સમયમાં નાળિયેર પાણી (Coconut Water) વ્યક્તિની તરસ છીપાવવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. નાળિયેર પાણીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વજન વધવા જેવી સમસ્યાઓને દૂર રાખે છે. તેનાથી તમારા બ્યુટી (Beauty) પ્રોબ્લેમ્સ પણ દૂર રહે છે. તો જાણો નાળિયેર પાણી પીવાના કેટલાક ફાયદા અને રોજ શરૂ કરો તેનું સેવન.

મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન પણ લીલા નાળિયેરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. એક નાળિયેરનાં પાણીમાં 283 કેલરી અને 41 ટકા ફેટ હોય છે. સાથે-સાથે તેમાં16 મિગ્રા સોડિયમ, 8 ટકા પોટેશિયમ, 10 ટકા આયર્ન, 2 ટકા વિટામિન ડી,6.0 ટકા વિટામિન બી6 અને છ ટકા મેગ્નેશિયમ હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, મેંગેનીઝ, એમિનો એસિડ અને સાઇટોકાઇન જેવાં પોષકતત્વો પણ હોય છે.

આમ તો નારિયેળનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન સુરક્ષિત મનાય છે, પરંતુ જેમ કે હંમેશા કહેવાય છે કે, કોઈ પણ વસ્તુની અધિક માત્રા હંમેશા હાનિકારક સાબિત થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેવી જ રીતે તો નારિયેળનું સેવન સિમિત માત્રામાં કરવામાં આવે તો ફાયદો થાય છે અને ખાસ કરીને તે પ્રેગ્નન્ટ વૂમન માટે વધુ હિતકારી છે. નારિયેળમાં વિટામિન E હોય છે. જે બીમારીમાં લડવામાં મદદ કરે છે. આ સિવાય આપ નારિયેળના દૂધ અને તેલનું પણ સેવન કરી શકો છો.

ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ ખાવાના છે આ અદભૂત લાભ

  1. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, દરેક વ્યક્તિની ફિઝિકલ કંડીશન અલગ-અલગ હોય છે. આ સમય દરમિયાન ડાયટમાં શું લેવું અને શું ન લેવું તેનું ખૂબ જ મહત્વનું છે. માતા જે ખાય છે, તેમાંથી બાળકને પોષણ મળે છે. શું આપ જાણો છો ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ ખાવના અનેક ફાયદા છે.
  2. નારિયેળ ડાયટરી ફાઇબર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મિનરલસ હોર્મોન, એન્જાઇન, વગેરેથી ભરપૂર છે. સીમિત માત્રામાં તેનું સેવન કરવાથી આ એનીમિયાને રોકી શકે છે. યુરિનરી ટ્રેક્ટ ઇંફેકશન, મોર્નિગ સિકનેસ અને બ્લડ સરક્યુલેશન યોગ્ય કરે છે અને સોજાની સમસ્યાને પણ દૂર રાખે છે.
  3. નારિયેળમાં મીડિયમ ચેઇ ટ્રાઇગ્સિરાઇડસ ફેટ હોય છે અને કહેવાય છે કે, આ શરીરમાં જમા ફેટને ઓછામાં મદદ કરે છે. આ માટે ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળના દૂધનું સેવન કરવાથી સારૂં ફેટ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે બાળકના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. તે યુરિન અને બ્રેસ્ટ મિલ્ક વધારવામાં પણ મદદ કરે છે.
  4. નારિયેળને કોલ્ડ પ્રેસ કરીને તેનું તેલ કાઢવામાં આવે છે. કારણ કે તેમાં કોઇ પ્રકારના હિટીંગ, બ્લિચિંગ, ડિયોડરાઇઝજિંગ સામેલ નથી. તેથી તેને ‘વર્જિન કોકોનટ ઓઇલ’ કહેવાય છે.
  5. તેનો ઉપયોગ કુકીંગ માટે, સ્કિન કેર અને લ્યુબ્રિકેશન માટે કરવામાં આવે છે. નારિયેળનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર આવતી ખંજવાળને રોકે છે. તેમાં વિટામિન E અને લોરિક એસિડ હોય છે. જે ગર્ભાવસ્થા દરમિયાન અને બાદ આપની સુંદરતા બરકરાર રાખવામાં મદદ કરે છે. સ્કિન ટોન અને સ્કિનની ઇલાસ્ટિટીમાં સુધારો કરવામાં મદદ કરે છે.
  6. નારિયેળ ખાવાથી આયર્નની પૂર્તિ થાય છે. હાર્ટ બર્ન જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article