Skin care : તમારી ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝર પસંદ કરવા, આ ટિપ્સ અનુસરો

|

May 22, 2022 | 12:52 PM

Summer skin care tips:મોટાભાગના કિસ્સાઓમાં લોકો ત્વચાનું ધ્યાન રાખતા નથી અને તેઓ ચહેરા અથવા શરીરના અન્ય ભાગો પર પ્રોડક્ટને લગાવવાનું શરૂ કરે છે. અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કે, તમારે તમારી ત્વચા પ્રમાણે કયું મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. તેના વિશે જાણો

Skin care : તમારી ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝર પસંદ કરવા, આ ટિપ્સ અનુસરો
તમારી ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝર પસંદ કરો
Image Credit source: Freepik

Follow us on

Skin care : ગરમી અને પ્રદૂષણ આપણા ચહેરા અને શરીરની ત્વચાને નિર્જીવ ( Damage skin care tips ) બનાવી શકે છે. શુષ્ક અને ક્ષતિગ્રસ્ત ત્વચા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી એક ત્વચાને હાઈડ્રેટ કરવાનું છે. લોકો એ વાત પર ધ્યાન આપતા નથી કે જો સ્કિન હાઇડ્રેટેડ ન હોય તો કેટલી મોંઘી પ્રોડક્ટ્સ (Products) નો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જે પરિણામ શોધી રહ્યા છીએ તે નથી મેળવી શકતા. બાય ધ વે, ઉનાળો હોય કે શિયાળો, કોઈપણ સિઝનમાં સ્કિન કેર રૂટિનનું પાલન કરવું જરૂરી છે. લોકો સ્કિન કેર (Skin care) રૂટિનનું પાલન કરે છે, પરંતુ આ દરમિયાન તેઓ આવી સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે.

અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે કયું મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. તેના વિશે જાણો…

નોર્મલ સ્કિન

આ પ્રકારની ત્વચા ધરાવતા લોકોએ હંમેશા ક્રીમ અને લોશન આધારિત ફોર્મ્યુલા પસંદ કરવી જોઈએ. બીજી બાજુ, સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકોએ એમો કેમોમાઈલ જેવા મોઈશ્ચરાઈઝર પસંદ કરવા જોઈએ.જો તમે ત્વચા પર કોઈપણ મોઈશ્ચરાઈઝર લગાવો છો, તો તેનાથી પિમ્પલ્સ અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઓયલી ત્વચા

ઘણી વખત લોકો કહેતા હોય છે કે, તૈલી ત્વચાવાળા લોકોએ મોઈશ્ચરાઈઝર ન લગાવવું જોઈએ. જ્યારે, મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ ન કરવાથી ત્વચા ડલ થઈ શકે છે. ભલે ઉનાળામાં ચહેરા પર વધારાનું તેલ હોય, પરંતુ તેને મોઈશ્ચરાઈઝરથી બચાવવું ખૂબ જ જરૂરી છે. આવા પ્રકારની ત્વચા ધરાવતા લોકો જેલ મોઇશ્ચરાઇઝર અથવા Light-weight Moisturiser લગાવી શકે છે. તે ત્વચા પર સ્ટીકીનેસ પણ થવા દેશે નહીં અને તે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ પણ રહેશે.

ડ્રાઈ ત્વચા

ઉનાળો હોય કે શિયાળો, ડ્રાઈ ત્વચાવાળા લોકોને પરેશાન કરે છે. હવામાં ભેજનો અભાવ શુષ્ક ત્વચાને વધુ શુષ્ક બનાવી શકે છે. જો તમારી પણ આવી ત્વચા હોય તો તમારે દિવસમાં બે-ત્રણ વખત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારની ત્વચાના લોકોએ પણ Light-weight Moisturiserનો ઉપયોગ કરવો જોઈએ.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article