Beauty Tips : અળસીના બી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે, જાણો કેવી રીતે?

|

Aug 01, 2021 | 3:20 PM

અળસી (Flax)ના બી સ્વાસ્થ્ય (Health)માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

Beauty Tips : અળસીના બી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે, જાણો કેવી રીતે?
skin care tips know how you can use flaxseed beauty regime

Follow us on

Beauty Tips : લોકો સવારના નાસ્તામાં અળસી (Flax)ના બીજનો ઉપયોગ કરે છે. તેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, તે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક (benefit)છે. તેમાં લિગ્રાન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને કડક બનાવવામાં મદદ કરે છે.

તેમાં ફેટી એસિડ હોય છે જે ત્વચાને પોષણયુક્ત, હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ (Moisturize)રાખવામાં મદદ કરે છે. અળસી (Flax)ના બી એક સુપર ફૂડ છે જે ત્વચાને પોષણ ભરવાનું કામ કરે છે. તે ત્વચામાં એન્ટી એજેન્ટની જેમ કામ કરે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તમે ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે અળસી (Flax)ના બીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

અળસીના બીનું જેલ

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ માટે તમારે 2 કપ પાણી અને અડધો બાઉલ અળસીના બી લો. આ બંને વસ્તુઓને મધ્યમ તાપ પર પકાવો લો અને લાકડાના ચમચાથી સતત હલાવતા રહો. જ્યારે સફેદ ફીણ દેખાવા લાગે, ત્યારે ગેસ (Gas) બંધ કરી દો.તેને લગભગ 20 થી 30 મિનિટ સુધી ઠંડુ થવા દો. સુતરાઉ કાપડની મદદથી જેલને મિશ્રણમાંથી અલગ કરો અને તેને એરટાઈટ કંટેનરમાં રાખો.તમે આ જેલને એક મહિના સુધી ફ્રિજમાં રાખી શકો છો.

જ્યારે તમારી ત્વચા ડિહાઈડ્રેટેડ લાગે છે. આ મિશ્રણનો ઉપયોગ કરો. રુની મદદથી તમારા ચહેરા (Face)પર જેલ લગાવો અને લગભગ 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો અને તમારી ત્વચા સુંદર દેખાશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : હૉકીમાં ભારતની દમદાર જીત, ડિફેંડિંગ ચેમ્પિયન અર્જેન્ટીનાને આપી મ્હાત

Published On - 2:50 pm, Sun, 1 August 21

Next Article