Skin Care Tips : લસણની પેસ્ટ દૂર કરી શકે છે ત્વચાની ઘણી સમસ્યા, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

|

Aug 12, 2021 | 12:54 PM

લસણમાં એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી વાયરલ ગુણ હોય છે, જે માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે.

Skin Care Tips : લસણની પેસ્ટ દૂર કરી શકે છે ત્વચાની ઘણી સમસ્યા, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
File Photo

Follow us on

Skin Care Tips : રસોઈમાં લસણ (Garlic) નો વ્યાપક ઉપયોગ થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય (Health) માટે લાભદાયક પણ છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી વાયરલ ગુણધર્મો છે, જે આપણા સ્વાસ્થ્યને વિવિધ રોગોથી બચાવે છે. આપણી ત્વચા (Skin) માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે, તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ગુલાબ જળ અને લસણ

લસણ (Garlic) ની થોડીક કળીઓને ક્રશ કરો. લસણ (Garlic) ના રસને ગુલાબજળ સાથે મિક્સ કરો અને તેને ત્વચા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ચેહરો સાફ કરો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એલોવેરા અને લસણ

લસણની 3-4 કળીઓને ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી એલોવેરા જ્યુસ (Aloe Vera Juice) ને લસણના રસમાં મિક્ષ કરો. ત્યારબાદ તેને ખીલ (Pimple) પર લગાવો. હળવા હાથે મસાજ કરો અને 10-15 મિનિટ માટે ત્વચા પર રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

લસણ અને ઓલિવ તેલ

લસણની (Garlic) કળી અને ઓલિવ તેલ લો, લસણની કળીઓને ક્રશ કરી તેમાં ઓલિવ તેલને મિક્ષ કરો. ત્યારબાદ તેને ખીલ પર લગાવો. તેને 15-20 મિનિટ માટે ત્વચા પર રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ નાંખો.

ઇંડાનો સફેદ ભાગ અને લસણ

ઈંડા અને લસણ (Garlic) ની કળીને ક્રશ કરી લો. ત્યારબાદ તેને સીધા ખીલ પર લગાવો. ઇંડાના સફેદ ભાગ અલગ કરો અને તેને બાઉલમાં લો. લસણનો રસ સંપૂર્ણ પણે સુકાઈ જાય પછી ખીલ (Pimple) પર ઇંડાનો સફેદ ભાગ લઈ ચેહરા પર લગાવો. જ્યાં સુધી તે સંપૂર્ણ પણે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ચેહરા પર રહેવા દો.

લસણ, મધ અને દહીં

લસણની કળીને ક્રશ કરી લો અને તેને પીસો. ત્યારબાદ એક બાઉલમાં અડધી ચમચી મધ અને બે ચમચી દહીં ઉમેરો તેને સારી રીતે મિક્સ કરો અને ત્વચાના ખીલ પર લગાવો. તેને ત્વચા પર 15-20 મિનિટ માટે રહેવા દો, ત્યારબાદ સાદા પાણીથી ધોઈ નાંખો.

હળદર અને લસણ

6-8 લસણ (Garlic) ની કળી લો અને તેને સારી રીતે પીસી લો. એક ચપટી હળદરનો પાવડર (Turmeric Powder) ઉમેરો. તેને એક સાથે મિક્સ કરો અને ખીલ અસરગ્રસ્ત ભાગમાં મિશ્રણને સીધું લાગાવો. ત્વચા પર હળવા હાથે મસાજ કરો અને જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો. તે પછી સાદા પાણીથી ધોઈ નાંખો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : PM Modi : 10 વર્ષની અનિશાએ PM મોદીને ઈ-મેલ કર્યો, અનિશાનાં સવાલ પર વડાપ્રધાન મોદીને પણ હસવુ આવી ગયુ

Next Article