
પાણીમાં તજ નાંખી પીવાથી ચેહરો ચમકવા લાગે છે.પાણીમાં તજનો પાવડર ઉમેરો. તેને સારી રીતે ઉકાળો. તેને ગાળી લો અને ઠંડુ થયા બાદ પીવો. આ રક્ત પરિભ્રમણમાં સુધારો કરશે. તમારો ચહેરો ચમકશે.

પાણીમાં સ્ટ્રોબેરીનો રસ નાંખીને પીવાથી પાણી ચેહરો સાફ કરે છે. તેનાથી ચહેરા પરથી ડાઘ દૂર થાય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. સ્ટ્રોબેરી ફેસ માસ્ક ચહેરાના ટેનિંગને પણ દૂર કરે છે. તે ચહેરાને ચમક આપે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.

ગરમ પાણીમાં મધ નાંખી પીવાથી શરીરને સ્વસ્થ તો રાખે જ છે સાથે ચેહરાની સુંદરતામાં પણ વધારો કરે છે.મધનો ઉપયોગ વર્ષોથી ત્વચાની સમસ્યાઓ માટે કરવામાં આવે છે. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ગુણધર્મો છે. ચહેરા પરથી ફોલ્લીઓ દૂર થાય છે. ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને ચહેરાની ચમક પણ વધે છે.

દરરોજ ફુદીનાના પાંદડાને પાણીમાં ઉકાળીને પીવાથી ચેહરા પર દાગ દુર થાય છે. ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે. પેટની ગરમી જતી રહે છે. તેનાથી ત્વચા પર ખીલ થતા નથી.

સવારે તમે ચા, કોફી, દૂધ અથવા લીલી ચા પીવાનું પસંદ કરો છો, પરંતુ જો તમે ગરમ લીંબુનું શરબત પાણી પીશો, તો તમને ઘણા વધુ ફાયદા થશે.