ગુલાબ જળ એક સુગંધિત પાણી હોય છે. તે ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે. તે તેના બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે ચામડીની બળતરા અને રોઝેસીયા, ખરજવું અને અતિશય શુષ્કતા જેવી સ્થિતિને શાંત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાના પીએચ સ્તરને જાળવવામાં પણ મદદ કરે છે. તમે તમારી સુંદરતાની દિનચર્યામાં ત્વચા લાભોથી ભરપૂર ગુલાબજળનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.
રોઝ વોટર
ગુલાબની પંખુડી – કેટલાક તાજા ગુલાબ ખરીદો, તેની ડાળ કાપી નાખો અને પાંખડીઓ ખેંચવાનું શરૂ કરો. આ માટે તમે ઓર્ગેનિકલી ઉગાડવામાં આવેલા ગુલાબનો ઉપયોગ કરી શકો છો, જે કોઈપણ જંતુનાશકો અથવા રસાયણોથી મુક્ત હોય.
તેમને ધોઈ લો – દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટે પાંખડીઓને સારી રીતે ધોઈ લો અને પછી એક વાસણમાં પાણી નાખો. તેમાં પાંદડીઓ મૂકો. પાંદડીઓ ડૂબે એ માટે પૂરતું પાણી ઉમેરો.
વાસણ ગરમ કરો – હવે વાસણને ઢાંકીને 10-15 મિનિટ માટે ધીમી આંચ પર ગરમ કરો. આ પ્રક્રિયામાં પાંખડીઓ પોતાનો આછો રંગ છોડશે.
પાણીને ગાળી લો – આ રીતે પાંખડીઓ હલકી બનશે. તે પછી પાણીને ગાળી લો. તમે પાંખડીઓ દબાવી પણ શકો છો. તેને થોડા સમય માટે ઠંડુ થવા દો અને ફ્રીજમાં લાંબા સમય સુધી રાખો.
ગુલાબ જળ શું હોય છે?
ગુલાબની પાંદડીઓ ગાળીને ગુલાબજળ બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઈરાનથી ઉદ્ભવ્યું છે. અહીં ગુલાબજળનો ઉપયોગ રસોઈ, ચામડીની સંભાળ, વાળની સંભાળ અને અત્તર માટે કરવામાં આવતો હતો. ગુલાબ જળ એક કુદરતી એસ્ટ્રિજન્ટ છે. તે ત્વચાના પીએચ સ્તરને પુન:સ્થાપિત કરવામાં અને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને તાજી અને ચમકદાર રાખે છે.
ગુલાબજળના ફાયદા- ગુલાબજળ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે ત્વચાની બળતરા, ખીલ, ખરજવું ઘટાડવામાં મદદ કરે છે. તે શુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ તમારી ત્વચાને હાઇડ્રેટેડ, તાજી અને નરમ રાખે છે. ગુલાબજળમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. તે તમારા ચહેરા પર કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. કોઈપણ ફેસ પેક બનાવતી વખતે તમે 2 ચમચી ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તે તમારા ચહેરાને હાઇડ્રેટ કરે છે. તેનાથી તમારો ચહેરો પણ ચમકતો રહે છે.
આ પણ વાંચો: Health Tip : જાણો રાત્રિભોજન પછી 15 મિનિટ ચાલવાના સ્વાસ્થ્ય લાભો, રહેશો હંમેશા સ્વસ્થ અને ફિટ
આ પણ વાંચો: જો બાળકને બે દિવસથી વધુ તાવ હોય તો તરત જ લો ડોકટરોની સલાહ, બેદરકારી સ્વાસ્થ્ય વધુ ખરાબ કરી શકે છે