
કહેવાય છે કે જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમારે તેને ફૂલ અચૂક આપવા જોઈએ કારણ કે કેટલીકવાર ફૂલો તે વાત કહે છે જે તમારી જીભ નથી કહી શકતી. તેમાય વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ રોઝ ડે છે અને આ ખાસ અવસર પર પ્રેમી યુગલો એકબીજાને ફૂલ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. યુગલો આખા વર્ષ દરમિયાન રોમેન્ટિક વીક એટલે કે વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે અને 7મી ફેબ્રુઆરી, રોઝ ડેના રોજ એકબીજાને ગુલાબ અથવા અન્ય ફૂલો આપે છે.
જો કે પ્રેમ જેવી કોઈ લાગણી વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી, પરંતુ પ્રેમના તહેવારનો પ્રથમ દિવસ હોવાથી રોઝ ડેનું મહત્વ ઘણું વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે રોઝ ડે ઉજવવા પાછળની હકીકત શું છે? જો નહીં, તો આજે અમે તમને જણાવીએ.
વાસ્તવમાં રોઝ ડેની ઉજવણી વિશે એક વાર્તા કહેવામાં આવે છે. ગ્રીક પૌરાણિક કથાઓ જણાવે છે કે ગુલાબ પ્રેમની દેવી શુક્રનું પ્રિય ફૂલ હતું. જો તમે ROSE ના અક્ષરોને યોગ્ય રીતે ગોઠવો તો તે ‘EROS’ બની જાય છે જે ગ્રીક પૌરાણિક કથા અનુસાર પ્રેમનો દેવ છે.
તેમજ કહેવાય છે કે ગુલાબ આપવાથી કોઈ પણ વ્યક્તિ ખુશ થઈ જાય છે ત્યારે રોઝ ડે સાથે બીજો એક ઈતિહાસ પણ જોડાયેલો છે જે મુઘલ કાળ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખુબ જ પસંદ હતા આથી તેના પતિ તેને ખુશ કરવા માટે દરરોજ ટનબંધ ફૂલો ભેટ તરીકે મોકલતા હતા. તેમના પતિ નૂરજહાંનું દિલ જીતવા માટે તમામ પ્રયાસો કરતા હતા અને તેમના તરફથી ગુલાબ મોકલવાનું પણ એક પ્રેમભર્યું માર્ગ હતું.
એવું પણ કહેવાય છે કે એક સમયે, રાણી વિક્ટોરિયાના સમયમાં, લોકોએ એકબીજાને પ્રભાવિત કરવા અથવા લાગણીઓ વહેંચવા માટે ફૂલો આપવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે આ પ્રથા યુગલોમાં લોકપ્રિય થઈ ગઈ અને ત્યારથી પ્રેમીઓ એકબીજાને ફૂલ આપતા જોવા મળે છે.
જો તમે પણ સાચા પ્રેમની શોધમાં છો તો તમે પણ પ્રેમની નદીઓમાં ડૂબકી મારવા તૈયાર થઈ જાવ કારણ કે વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડે સાથે એટલે કે આજના દિવસથી શરુ થઈ ગઈ છે, તો જેને તમે લાંબા સમયથી ચાહો છો, તેને આજના દિવસે ફૂલ આપી તમારો પ્રેમ વ્યક્ત કરો. તમે ચાહો તો ફૂલોનો ગુલદસ્તો ખરીદો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.
રોઝ ડે પર, લોકો કોઈ ખાસ વ્યક્તિને લાલ, ગુલાબી, પીળા અને સફેદ ગુલાબ આપે છે. જે દરેક અલગ રંગના ગુલાબનું અલગ મહત્વ છે.
લાલ ગુલાબઃ પ્રેમ અને વિવાહિત સંબંધોમાં યુગલોને લાલ ગુલાબ આપવું સામાન્ય બાબત છે. કારણ કે આ ફૂલને કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનું પ્રતીક માનવામાં આવે છે.
સફેદ ગુલાબ: જ્યારે કોઈની સાથે ઝઘડો થાય છે, ત્યારે તેને સમજાવવા માટે સફેદ ગુલાબ આપવામાં આવે છે. તેને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
પીળો ગુલાબઃ પીળો ગુલાબ આપવાનો અર્થ એ છે કે તમે કોઈની તરફ મિત્રતાનો હાથ લંબાવવા માંગો છો. મિત્રતા સિવાય તેને સ્વાસ્થ્યનું પણ પ્રતિક માનવામાં આવે છે.