26મી જાન્યુઆરીની શુભકામના : એક દો તીન ચાર, ભારતમાતા કી જય જય કાર..પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ

26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે તમારા માટે શાયરી, કવિતા, શુભકામના મેસેજ લઈને આવ્યા છે, વાંચો અહીં

26મી જાન્યુઆરીની શુભકામના : એક દો તીન ચાર, ભારતમાતા કી જય જય કાર..પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ
Republic Day wishes
| Edited By: | Updated on: Jan 25, 2024 | 10:36 PM

ગણતંત્ર દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં ભારત 75મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદેશથી વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય માર્ગનો નજારો આ દિવસે ખૂબ જ ખાસ હોય છે. કર્તવ્યના માર્ગ પર દેશની અખંડિતતા, વિવિધતામાં એકતા અને લશ્કરી તાકાતની ઝલક જોવા મળે છે. શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે 26મી જાન્યુઆરીના શુભ દિવસ પર તમારા પરિવાર તેમજ વડિલો અને મિત્રોને આવી રીતે ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવો

  1. ચાલો આ ગણતંત્ર દિવસ પર
    વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
    ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ
  2. ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે,
    આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના
    પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને
    વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.
  3. બચપન કા વોભી એક દોર થા,
    ગણતંત્ર મેં ભી ખુશીકા શોર થા.
    ના જાને ક્યુ મેં ઈતના બડા હો ગયા,
    ઈન્‍સાનિયત મેં મજહબી બૈર હો ગયા !
  4. ભિન્ન છે ભાષા, ધર્મ ને જાત,
    પ્રાંત, વેશ અને પરિવેશ.
    પણ આપણા સહુનું ગૌરવ એક
    આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો શ્રેષ્ઠ.
    પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
  5. આપ સૌને પ્રજાસત્તાક દિવસની
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
  6. એક દો તીન ચાર,
    ભારતમાતા કી જય જય કાર…
    પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ.
  7. ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
    પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ
  8. આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
    ગણતંત્ર દિવસની શુભકામના
  9. આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ.
    પ્રજાસત્તાક દિનની શુભકામના
  10. આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
    ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

 

Published On - 10:30 pm, Thu, 25 January 24

Follow Us