Tips: ઉનાળાની ઋતુમાં ચહેરાની ત્વચાથી જોડાયેલી બધી સમસ્યાને દૂર કરશે આ ઉપાય, ત્વચા પર આવી જશે ગ્લો

|

Mar 28, 2021 | 11:52 PM

ઉનાળાની ઋતુમાં ત્વચાની (skin) સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. સાફ-સફાઈ ના થવાને કારણે તમારા ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. ગરમીમાં પાણી ઓછું થઈ જવાને કારણે ડિહાઈડ્રેશનની બીમારી થઈ જાય છે.

Tips: ઉનાળાની ઋતુમાં ચહેરાની ત્વચાથી જોડાયેલી બધી સમસ્યાને દૂર કરશે આ ઉપાય, ત્વચા પર આવી જશે ગ્લો

Follow us on

ઉનાળાની ઋતુમાં ત્વચાની (skin) સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. સાફ-સફાઈ ના થવાને કારણે તમારા ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. ગરમીમાં પાણી ઓછું થઈ જવાને કારણે ડિહાઈડ્રેશનની બીમારી થઈ જાય છે. આ કારણે માથાનો દુખાવો અને ચક્કરની સમસ્યા વધી જાય છે. ડિહાઈડ્રેશનને કારણે તમારી ત્વચા (skin) શુષ્ક થઈ જાય છે. ગરમીની ઋતુમાં દિવસ દરમિયાન ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ચા તથા કોફી પીનારા લોકોએ ત્રણ ગણું સાદું પાણી પીવું જોઈએ. જો તમે પણ તમારી ત્વચાને ચમકદાર રાખવા માંગતા હોય તો આ ટિપ્સને કરો ફોલો.

 

દહીં
દહીં ખાવાની સાથે ચહેરાની સ્કિન માટે પણ લાભદાયક છે. દહીંથી સ્કિન સારી થાય છે. આ સાથે જ ચહેરાના ગંદા કણને બહાર કાઢે છે. ઘી ટૈનિંગને પણ હટાવે છે. આ સાથે જ ચહેરાની સ્કિનને સ્વસ્થ પણ રાખે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ચહેરા પર લગાવો એલોવેરા
એલોવેરામાં ઘણા ગુણ હોય છે. જો તમે ગરમીમાં તમારી ત્વચાને કુદરતી રીતે દેખભાળ કરવા માંગતા હોય તો તમારા ચહેરા પર એલોવેરા અચૂક લગાવો. આ માટે તમે એલોવેરાનું ઝાડ ઘર પર લગાવી શકે છે. ચહેરા પર એલોવેરા જેલ લગાવો અથવા તમે બજારમાંથી એલોવેરા જેલ ખરીદી શકો છો. તમે ચહેરા પર ગમે ત્યારે એલોવેરા જેલ લગાવી શકો છો. જો કે રાત્રે ચહેરો સાફ કર્યા પછી એલોવેરા જેલ અચુક લગાવો.

 

લીંબુનો કરો ઉપયોગ
જો તમે તમારા ચહેરા પર ચમક લાવવા માંગતા હોય તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જો તમે પણ લીંબુ તમારા ચહેરા પર લગાવો છો તો ત્વચા પર ચમક આવી જશે અને આ સાથે જ ચહેરાની ગંદકી પણ સાફ કરશે.

 

ટામેટાના રસને લગાવો ચહેરા પર
ત્વચા માટે ટામેટાના રસને સ્કિન પર લગાવો. ટામેટાનો રસ ત્વચાને અંદરથી સાફ કરશે. આ માટે તમારે ટામેટાના રસને ચહેરા પર લગાવવો પડશે. જ્યારે રસ સુકાઈ જાય છે, ત્યારે હલકા હાથથી ત્વચા પર રબ કરો. આ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આ બાદ તમારો ચહેરો સાફ થઈ જશે.

 

નારિયેળનું તેલ
નારિયેળનું તેલ પણ તમારા ચહેરાની સ્કિનને સાફ કરવા માટે અસરકારક રહેશે. તમે ચહેરાની ગંદકી સાફ કરવા સિવાય મેકઅપને રીમુવ કરવા માટે પણ મેકઅપનો ઉપયોગ કરી શકો છો. નારિયેળનું તેલ તમને નુકસાન નથી કરતું અને ચહેરા પર ગ્લો લાવે છે.

 

આ પણ વાંચો: Eye Tips: જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા છે તો આંખની આસપાસની ત્વચાનું આ રીતે રાખો ધ્યાન

Next Article