Propose Day પર આ 10 અંદાજમાં કરો પ્રેમનો ઈઝહાર, પાર્ટનર તરફથી હકારમાં જ મળશે જવાબ

|

Feb 03, 2023 | 5:16 PM

Propose Day 2023: ફેબ્રુઆરી મહિનાને પ્રેમના મહિના તરીકે ઓળખવામાં આવે છે. 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરુઆત થવા જઈ રહી છે. ચાલો જાણીએ પાર્ટનરને ખાસ અંદાજમાં પ્રપોઝ કરવાની 10 રીતો અને પ્રપોઝ ડે વિશે.

Propose Day પર આ 10 અંદાજમાં કરો પ્રેમનો ઈઝહાર, પાર્ટનર તરફથી હકારમાં જ મળશે જવાબ
Valentines Week 2023 Propose Day
Image Credit source: Tv9 Gfx

Follow us on

14 ફેબ્રુઆરીનો દિવસ પ્રેમ કરનારાઓ માટે ખાસ દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસને ‘વેલેન્ટાઇન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જ્યાં જુઓ ત્યાં પ્રેમનો લાલ રંગ જોવા મળે છે. ચારેય તરફ હવામાં પ્રેમ વહેતો હોય તેવો અનુભવ થતો હયો છે.’વેલેન્ટાઇન્સ ડે’ના એક અઠવાડિયા પહેલા ‘વેલેન્ટાઇન્સ વીક‘ની શરુઆત થાય છે. આ દરમિયાન અલગ અલગ પ્રકારનો દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તેમાં પ્રપોઝ ડેની પણ ઉજવણી થાય છે.

વેલેન્ટાઇન્સ વીકના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીના દિવસે ‘પ્રપોઝ ડે’ ઉજવવામાં આવે છે. યુવા વર્ગ જેને દિલથી પસંદ કરતા હોય છે, તેમને આ દિવસે પ્રપોઝ કરવાની હિંમત કરી નાંખતા હોય છે. જો પ્રપોઝલનો હકારમાં જવાબ આવે તો પ્રેમ કહાણી શરુ થઈ જાય છે અને જવાબ નકારમાં મળે તો દિલ તૂટી જવાના ઘા જીવનભર અનુભવાય છે.

ઘણા લોકો પ્રપોઝ કરવાથી ખુબ ડરતા હોય છે. જો તમને પ્રપોઝ કરવાની સાચી રીતે અને તેના વિશેની જાણકારી આપવામાં આવે તો તેમને પ્રપોઝ કરવાનો ડર રહેશે નહીં. આ સ્પેશિયલ અહેવાલમાં જાણો પ્રપોઝ ડે પર પ્રેમનો ઈઝહાર કરવાની 10 રીતો વિશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રપોઝ ડે પર આ 10 અંદાજમાં કરો પ્રેમનો ઈઝહાર

  1. જેવા છો તેવા રહો (Be yourself) – પ્રપોઝ કરતી વખતે તમે જેવા છો તેવા જ રહો. પ્રપોઝ કરતી વખતે સરળ અને મધુર સ્વભાવ રાખો. પ્રપોઝ કરવાના ચક્કરમાં એવા વ્યક્તિ ન બનો જેવો તમે નથી.
  2. તમારા ઘૂંટણ પર નમો : પ્રપોઝ કરવાની આ સૌથી જૂની રીતોમાંથી એક છે. યુવતીઓને એવા પરાક્રમી યુવાનો પસંદ હોય છે જે પોતાના ઘૂંટણ પર તેના માટે ઘૂંટણ પર નમીને ગુલાબ આપી શકે.
  3. ડિનર માટે રોમાંટિક જગ્યાએ લઈ જાઓ – રોમાંટિક ડિનર કરતી વખતે પણ તમે પ્રપોઝ કરી શકો છો. પાર્ટનરને ડિનર માટે તેની મનપસંદ જગ્યાએ લઈ જાઓ. રેસ્ટોરન્ટમાં તેની પસંદના સોન્ગ શરુ કરવો અને તેની પસંદના ભોજનનો ઓર્ડર કરો.
  4. મોટા બેનર સાથે કરો પ્રપોઝ – તમે પાર્ટનરના ઘર કે ઓફિસની બહાર મોટા બેનર પર ખાસ મેસેજ લખીને પ્રપોઝ કરી શકો છો. ઓફિસ બહાર આવા બેનર બતાવતી વખતે તેના વાસ્તવિક નામને બદલે તેના હુલામણા નામનો પણ ઉપયોગ કરી શકો છો.
  5. પ્રથમ મુલાકાતના સ્થળ પર કરો પ્રપોઝ – પાર્ટનર સાથે તમારી પહેલીવાર મુલાકાત થઈ હોય તે સ્થળે જઈને પણ તમે પ્રેમનો ઈઝહાર કરી શકો છો. આવી જગ્યાએ પ્રપોઝ કરવાથી હકારમાં જવાબ મળવાની શકયતા વધી જાય છે.
  6. આકાશમાં લખો ખાસ મેસેજ – જો તમે આર્થિક રીતે સક્ષમ હોઉં અને તમારા પાર્ટનરને પણ તમારી જેમ પ્રેમ હોઈ તો તમે આ ખાસ રીતે પણ પ્રપોઝ કરી શકો છો. આવા પ્રપોઝલ માટે મોટા બજેટની જરુર પડશે. તમે આકાશમાં વિમાન મારફતે પાર્ટનર માટે ખાસ રોમાંટિક મેસેજ લખીને પ્રપોઝ કરી શકો છો.
  7. પાડોશીઓની મદદ લઈને કરો પ્રપોઝ – તમારા કે પાર્ટનરના ઘરની આસપાસના પાડોશીઓની મદદ લઈને તમે તેમના ઘરની બહાર ખાસ મેસેજ લખીને પ્રપોઝ કરી શકો છો. પાડોશીઓ તેમના ઘરની બાલ્કનીમાં આ ખાસ મેસેજના બેનર બતાવીને પણ તમારા રોમાંટિક પ્રપોઝલમાં મદદ કરી શકે છે.
  8. થોડા ડ્રામેટિક બનો – યુવતીઓને રમૂજી યુવાનો પસંદ હોય છે. તમે નાટકીય અંદાજમાં તેને ડરાવીને કે હસાવીને પણ અનોખી રીતે પ્રપોઝ કરી શકો છો.
  9. લોન્ગ ડ્રાઈવ પર લઈ જાઓ – યુવતીઓને લોન્ગ ડ્રાઈવ પસંદ હોય છે. આથમતા સૂર્યના પ્રકાશ વચ્ચે દરિયા કિનારે ચાલતા ચાલતા કે લોન્ગ ડ્રાઈવર પર જઈને પણ તમે પ્રપોઝ કરી શકો છો.
  10. સાહસિક બનીને કરો પ્રપોઝ – તમે ઊંચી ટેકરી કે પર્વતો પર ટ્રેકિંગ દરમિયાન ટોચ પર જઈને રોમાંટિક અંદાજમાં પ્રપોઝ કરી શકો છો.

 

Next Article