
બ્રેકઅપ (Breakup affects on Body) જીવનનો ખરાબ સમયગાળો કહેવાય છે. જે લોકો આ સમય માંથી પસાર થાય છે એ લોકો અમુક સમય માટે દિલ અને દિમાગથી નબળા પડી જાય છે. બ્રેકઅપ પછી સામાન્ય રીતે એકલા રહેવા લાગે છે, ખાવા-પીવાથી દુર રહેવા લાગે છે. મોટાભાગના લોકો માને છે કે તેની અસર ફક્ત મગજ અથવા તેના સ્વાસ્થ્ય પર જ જોવા મળે છે જ્યારે એવું નથી. માનસિક સ્વાસ્થ્યની સાથે શરીર પર પણ તેની અસર જોવા મળે છે.
માયોક્લિનિકમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, જે લોકો પોતાના પાર્ટનરથી અલગ થઈ ગયા છે તેઓને બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની સમસ્યાનો સામનો કરવો પડે છે. નિષ્ણાતો કહે છે કે આ સિન્ડ્રોમનો સામનો કરનારાઓને છાતીમાં દુખાવાથી લઈને હૃદય સુધીની ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
આ હૃદય સાથે જોડાયેલી કંડીશન છે, જેમાં તણાવની સાથે-સાથે લાગણીઓ પણ વધુ વધે છે. તેનાથી શારીરિક સમસ્યાઓ પણ થાય છે જેમાં હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. નિષ્ણાતો તેને સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથી અને એપિકલ બલૂનિંગ સિન્ડ્રોમ પણ કહે છે. તેના સૌથી મોટા લક્ષણો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે.