
જો તમે શહેરમાં રહો છો તો કબૂતરો સાથે રોજ મુલાકાત થવી ઘણી સામાન્ય છે. સવારે તમારી બારી પર ગુટર ઘુ અને છત પર જુંડ બનાવીને બેસતા કબૂતરો મોટાભાગના લોકો મટે ઝંઝટ બની જાય છએ. દિવાલો પર દાગ, છત પર ગંદકી, અને દરેક જગ્યાએ પીંછા ખેરતા કબૂતરો એ જો એકવાર ડેરો જમાવી લીધો તો ચારેતરફ બસ ગંદકી જ નજરે પડે છે. કબૂતરોને વારંવાર ભગાડવા છતા તેઓ ત્યાં જ આવે છે. જો કે તેમને ભગાડવા માટે તમામ પ્રકારના ઉપાય પણ કરવામાં આવે છે. તેમ છતા તેમને ભગાડવા આસાન નથી. પરંતુ ચિંતા ન કરો, કેટલાક એવી દેશી અને અસરદાર ઉપાય છે જેનાથી તેઓ તમારી છતથી દૂર રહેશે.
કબૂતરો બહુ સમજદાર નથી હોતા પરંતુ સતર્ક બહુ હોય છે. તેમને તેજ અવાજ કે ચમકીલી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. આથી જો તમારી છત કે બાલકનીમાં જુની સીડી, એલ્યુમિનિયમ ફોઈલ કે રિફ્લેક્ટિવ ટેપ ટિંગાડી દેશો તો તેઓ ત્યાં બેસવાની હિંમત નહીં કરે. હવામાં હાલતીચાલતી રોશનીથી તેઓ અંતર જાળવે છે.
આ ઉપરાંત બાઝ કે ઘુવડ જેવા પ્લાસ્ટિકના પક્ષીનું સ્ટેચ્યુ પણ ઘણુ અસરદાર સાબિત થઈ શકે. તેને જોઈને કબૂતરોને લાગે છે કે કોઈ શિકારી આસપાસ મંડરાઈ રહ્યો છે અને તેઓ તુરંત એ જગ્યા છોડી દે છે.
કબૂતરોને તીખી અને તેજ ગંધથી સખ્ત નફરત હોય છે. લીંબુ, વિનેગર, કપૂર, લસણ, કે મરચાંની સુગંધ તેમને બિલકુલ ગમતી નથી. તમે રુ ના ટૂકડા પર લીંબુનો રસ કે વિનેગરના ટીપાં નાખી બારીન આસપાસ મુકી દો, આ નાનકડી યુક્તિ પણ બહુ કામ કરશે.
આજકાલ માર્કેટમાં બર્ડ રિપેલેંટ સ્પ્રે પણ આવે છે. જેમા આ જ પ્રકારની સ્મેલનો ઉપયોગ કરવામાં આવી છે. તેનાથી કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કબૂતર જાતે જ ઉડીને જગ્યા છોડી દેશે. તેનાથી ન માત્ર કબૂતરોથી છુટકારો મળશે પરંતુ તમારી બાલકની પણ ગંદી નહીં થાય.
કબૂતરોને ઘઉં, ચણા, મકાઈ જેવા અનાજ બહુ પસંદ છે. જો તમે નથી ઈચ્છતા કે તે રોજ તમારી છત પર આવે તો તમે તેને દાણા નાખવાનું બંધ કરો અને જો તમારે તેને દાણા નાખવા જ હોય તો કોઈ એક ચોક્કસ જગ્યાએ જ નાખો. એવી જગ્યા પસંદ કરો કે જ્યાં કબૂતરો આવીને બેસે તો પણ તમને કોઈ નુકસાન ન થાય.
કબૂતરોને ભગાડવા માટે અનેક દવાઓ આવે છે.જેને બાલકનમાં રાખતા જ એકપણ કબૂતર નહીં આવે. પિજન રિપલેન્ટ સૌથી સારુ છે. જેનો ઉપયોગ તેમને ભગાડવામાં કરી શકાય છે.
Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારીત છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.