
કાન આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. આ માત્ર સાંભળવાનું કામ કરતા નથી પરંતુ શરીરને સંતુલન બનાવી રાખવામાં પણ મોટી ભૂમિકા નિભાવે છે. પરંતુ આજના સમયમાં કાન સાથે જોડાયેલી સમસ્યાઓ ખુબ વધી રહી છે. બદલાતી લાઈફસ્ટાઈલ, હેડ ફોનનો વધારે પડતો ઉપયોગ, તેમજ કાન યોગ્ય રીતે સાફ ન કરવા આનું મોટું કારણ છે.
World Health Organizationના રિપોર્ટ અનુસાર દુનિયાના અંદાજે 5 ટકા લોકોને કોઈના કોઈ પ્રકારની સાંભળવાની સમસ્યાથી પીડિત છે. આની સારવાર માટે લોકો એલોપૈથીનો સહારો લે છે પરંતુ હવે આર્યુવેદિ તરફ લોકો આગળ વધ્યા છે. આ દિશામાં પતંજલિ આર્યુવેદ લિમિટેડે ઈયરગ્રિટ ઈયરડ્રોપ અને ઈયરગ્રિટ ગોલ્ડ ટેબલેટ્સ વિકસિત કરી છે.
કાનમાં દુખાવો
પતંજલિની રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બંન્ને કાનના ઈન્ફેક્શનથી લઈ અન્ય સમસ્યાઓ માટે બેસ્ટ છે. આની કોઈ સાઈડઈફેક્ટ નથી. તેમજ આ કાનમાં ખતરનાક બેક્ટીરિયા પર અટેક કરી તેનો નાશ કરી દે છે. આ સિવાય રિસર્ચમાં કોષોમાં સોજા સંબંધિત માર્કર્સ ઘટાડવાના સંકેતો દર્શાવવામાં આવ્યા છે.
ઇયરગ્રીટ ગોલ્ડ ટેબ્લેટને મિડલ ઈયરના સંક્રમણ સાથે જોડાયેલ કોષોમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેનાથી સોજો ઓછો કરવામાં મદદ મળી હતી. કેટલાક ટેસ્ટમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછું કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે.રિસર્ચ દર્શાવે છે કે પતંજલિના કાનના ટીપાં અને ગોળીઓ કાનના દુખાવા અને ઈન્ફેક્શનની સારવારમાં ખૂબ અસરકારક છે.
પતંજલિના મુજબ ઈયરગ્રિટ ઈયરડ્રાપને મેથી, લીમડો, ધુતરો, તુલસી, ભૃંગરાજ, હળદર અને અન્ય ઔષધીય તત્વોમાંથી તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આમાં તેલના સ્થાને ગ્લિસરીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ઠંડીમાં જામતું નથી. ઈયરગ્રિટ ગોલ્ડ ટેબ્લેટ્સમાં ગિલોય, આંબળા , લવિંગ, અર્જુન સામેલ કરવામાં આવ્યા છે. જે પૂર્ણ રુપે આર્યુવેદિકથી બને છે.
World Health Organizationના રિપોર્ટ મુજબ અંદાજે વર્ષ 2050 સુધી દર 10માંથી 1 વ્યક્તિને કાન સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે, લોકો કાનની કોઈ પણ પરેશાનીને હળવાશથી લે છે. જ્યારે પરેશાની વધી જાય છે ત્યાંસુધી સારવાર કરતા નથી. કેટલાક કેસમાં તો કાન સાંભળવાની ક્ષમતા પણ ગુમવી દે છે. ત્યારે હોસ્પિટલમાં જાય છે.
બાહ્ય કાન
આ કાનનો તે ભાગ છે જે બહારથી દેખાય છે.
મધ્ય કાન
આ એક નાનું પોલાણ છે જેમાં શરીરના ત્રણ નાના હાડકાં હોય છે. આ ભાગ યુસ્ટાચિયન ટ્યુબ દ્વારા ગળા સાથે જોડાયેલ છે.
આંતરિક કાન
આ ભાગમાં ગોકળગાય જેવી રચના હોય છે જેને કોક્લીઆ કહેવાય છે. અહીં હાજર પ્રવાહી ધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે અને તેમને મગજમાં પ્રસારિત કરે છે.
આ ત્રણ ભાગોમાંથી કોઈપણમાં ઈન્ફેક્શન અથવા બળતરા શ્રવણશક્તિને અસર કરી શકે છે.
જો કોઈ વ્યક્તિને સાંભળવામાં પરેશાની થાય છે તો ડોક્ટર સામાન્ય રીતે ઓડિયોમીટર ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. આ ટેસ્ટમાં અવાજને ડેસીબલમાં ચેક કરવામાં આવે છે. સામાન્યરુપથી વ્યક્તિ 0 થી130 ડેસીબલ સુધીનો અવાજ સાંભળી શકે છે પરંતુ જો 35 ડેસીબલથી વધારે અવાજ સાંભળવામાં પરેશાની થાય તો. આને સાંભળવાની ક્ષમતા ઓછી થઈ હોવાનું માનવામાં આવે છે. આ મામલે ડોક્ટર મશીન કે પછી કોઈ સર્જરી અથવા અન્ય ટ્રીટમેન્ટ કરે છે.
કાનની બિમારી ત્યારે ખતરનાક હોય શકે છે. જ્યારે કાનમાં ખુબ દુખાવો થાય છે. અથવા પરુ નીકળવું, સતત અને તીવ્ર દુખાવો અને અચાનક સાંભળવાની ઉણપ જેવા લક્ષણો કાનના પડદાના ગંભીર ઈન્ફેક્શનને સૂચવી શકે છે, જેના માટે ENT નિષ્ણાત દ્વારા તપાસ જરૂરી છે.