માતા-પિતા ન કરતા આ કામ, નહીં તો બાળકો પર પડશે ખરાબ અસર

લગ્ન જીવનમાં દરમિયાન માતા-પિતા (Parents)  બનવુ દરેક માટે મહત્વનો સમય હોય છે. બાળકની જવાબદારી ખુબ મહત્વની જવાબદારી હોય છે.

માતા-પિતા ન કરતા આ કામ, નહીં તો બાળકો પર પડશે ખરાબ અસર
Child Care
Image Credit source: file photo
| Edited By: | Updated on: Aug 12, 2022 | 11:28 PM

Parenting Tips : લગ્ન જીવનમાં દરમિયાન માતા-પિતા (Parents)  બનવુ દરેક માટે મહત્વનો સમય હોય છે. બાળકની જવાબદારી ખુબ મહત્વની જવાબદારી હોય છે. દરેક વાલીની જવાબદારી હોય છે કે તેના બાળકને સારા સંસ્કાર આપે, સારુ શિક્ષણ આપે જેથી તે દેશ માટે સારો નાગરિક અને સમાજ માટે એક મદદરુપ વ્યક્તિ બની શકે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકોનો ઉછેર સારી રીતે થાય, આ માટે માતા-પિતા કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. ખાનગી શાળાઓની ફી કેટલી મોંઘી છે એ વાતની વિચાર કર્યા વગર વાલીઓ આજે પણ પોતાના બાળકોને શ્રેષ્ઠ શાળામાં ભણાવવાનું વિચારે છે કારણ કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકોના ઉછેરમાં કોઈ ખામી ન રહે.

બાળકોના ઉછેર દરમિયાન વાલીઓ કેટલીક એવી ભૂલો કરે છે જેની બાળકો પર ખરાબ અસર પડે છે.જેની અસર તેમના ભવિષ્ય પર પડે છે. ઘણીવાર બાળક ઘરની બહાર કોઈ ખરાબ કામ કરે છે તો આપણે સાંભળી છે કે, આના મા-બાપે તેને કઈ શીખવ્યુ નથી ? આવા શબ્દો તમારે ન સાંભળવા હોય તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. તમારે તમારી કેટલીક આદતો બદલવી પડશે. તમારા બાળકના ભવિષ્ય માટે તમારે કેટલીક ભૂલો કરવાથી બચવુ જોઈએ.

બાળકની દરેક જીદ પૂરી ન કરો – ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, માતા-પિતા પોતાના બાળકની દરેક ઈચ્છા સ્નેહના કારણે પૂરી કરે છે. પરંતુ માતા-પિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો બાળકોની તમામ માંગણીઓ તરત જ સંતોષાય છે, તો તેઓ ક્યારેય વસ્તુઓની કિંમત સમજી શકશે નહીં અને સખત મહેનત તેમના સ્વભાવનો ભાગ નહીં બને.

ક્યારેય બીજા સાથે સરખામણી કરશો નહીં – ઘણીવાર માતાપિતા તેમના બાળકની સરખામણી બીજા બાળકો સાથે કરે છે. બાળકના મન પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે, તેનો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને મન અવિશ્વાસથી ભરાઈ જાય છે. નાની કે મોટી દરેક સફળતા માટે હંમેશા તમારા બાળકની પ્રશંસા કરો. તેનાથી બાળકનો આત્મવિશ્વાસ વધશે.

બાળકો સાથે પ્રેમથી વાત કરો – તમે હંમેશા સાંભળ્યું હશે કે બાળકો જે જુએ છે તે ખૂબ જ ઝડપથી શીખી લે છે. એટલા માટે પ્રયત્ન કરો કે તમે હમેશા બાળક સાથે પ્રેમથી વાત કરો. જો તે આ જુએ છે, તો તેના મોટા થવા પર તેને ગુસ્સાની ઘણી ઓછી સમસ્યાઓ થવાની સંભાવના છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી