OMG: જો કોઈ માણસ આખી જીંદગી વાળ ન કાપે તો વાળ ક્યાં સુધી વધશે? જાણો આ અહેવાલમાં

|

Jun 04, 2021 | 7:02 PM

જો તમે વાળને  સુવ્યવસ્થિત કરશો તો તમારા વાળ સ્વસ્થ રહેવાની સાથે તમને અન્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે. પરંતુ ફક્ત કલ્પના કરો કે જો તમે આખી જીંદગી વાળ ન કાપો તો શું થશે?

OMG: જો કોઈ માણસ આખી જીંદગી વાળ ન કાપે તો વાળ ક્યાં સુધી વધશે? જાણો આ અહેવાલમાં
લાંબા વાળ

Follow us on

OMG: સુંદર વાળ કોઈપણના વ્યક્તિત્વને વધુ આકર્ષક (Attractive) બનાવી શકે છે.  દરેક વ્યક્તિ તેમના વાળ લાંબા અને જાડા રાખવાનો પ્રયત્ન કરે છે અને તે માટે જાત-જાતની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાળને સુંદર રાખવા માટે તેને કાપવા પણ ખૂબ જ જરૂરી છે.

 

કારણ કે જો તમે વાળને  સુવ્યવસ્થિત કરશો તો તમારા વાળ સ્વસ્થ રહેવાની સાથે તમને અન્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે. પરંતુ ફક્ત કલ્પના કરો કે જો તમે આખી જીંદગી વાળ ન કાપો તો શું થશે? ચાલો તમને જણાવી દઈએ કે જો આખી જીંદગી તમારા વાળ ન કાપવામાં આવે તો વાળ ક્યાં સુધી વધશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

શરીરમાં કેટલા વાળ હોય છે

 

જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે કુલ 50 લાખ હેર ફોલિકલ્સ(Hair follicles)હોય છે કે જ્યાંથી વાળ ઉગે છે. પરંતુ આપણા માથામાં લગભગ 100,000 ફોલિકલ્સ છે. જેમ જેમ આપણી વય વધે છે. તેમ કેટલાક ફોલિકલ્સ વાળનો ગ્રોથ બંધ થઈ જાય છે અને આને કારણે તમારા વાળ પાતળા થઈ જાય છે અથવા ટાલ પડવાની સમસ્યા ઉભી થાય છે. અમેરિકન ડર્મોટોલોજી એકેડમી(America Dermitology Academy) મુજબ દર મહિને વાળ 1/2 ઈંચ જેટલા વાળ વધે છે. એટલે કે, દર વર્ષે તમારા માથાના વાળ સરેરાશ 6 ઈંચ જેટલા વધે છે.

 

વાળ ન કાપવામાં આવે તો શું થાય?

દર મહિને તમારા વાળ અડધાથી 1 ઈંચ જેટલા વધે છે અને સરેરાશ તે 2થી 6 વર્ષ સુધી આ રીતે વધે છે. આમાંથી તમારા કેટલાક વાળ તૂટી જાય છે. મુખ્યત્વે કોઈના વાળ કેટલા વધશે તે વ્યક્તિની શારીરિક રચના પર આધારિત છે. સામાન્ય રીતે કોઈપણના વાળ વધુ કે ઓછા માત્રામાં ઉગે છે. ઉપરાંત, વાળ કેવી રીતે વધશે, તે આનુવંશિકતા પર પણ આધારિત છે.

 

જો તમે આખી જીંદગી તમારા વાળ ન કાપો તો તમારા વાળ એક બિંદુ પછી વધશે નહીં. કારણ કે વાળ ફક્ત એક
વર્ષમાં 6 ઈંચથી વધુ વાળ વધતા નથી. ઉપરાંત વાળનો વિકાસ ફક્ત બે વર્ષ સુધી ચાલે છે, ત્યારબાદ જૂના વાળ ખરે છેઅને નવા આવતા રહે છે. ઉલ્લેખનીય છે કે લાંબા વાળને કારણે સુંદરતા વધે છે, પરંતુ વાળ ન કાપવાથી તેની અન્ય આડ-અસરો પણ જોવા મળે છે.

 

વાળની ​​વૃદ્ધિ ત્રણ તબક્કામાં થાય

વાળની ​​વૃદ્ધિ મુખ્યત્વે ત્રણ તબક્કામાં થાય છે અને દરેક તબક્કાની સમયમર્યાદા હોય છે.

1. એનાજેન(Anagen)- આ તબક્કામાં વાળની ​​વૃદ્ધિ 2થી 8 વર્ષ સુધી થાય છે.

2. કેટાજન(Catagen)- સંક્રમણના તબક્કામાં વાળ વધતા બંધ થાય છે અને તે 4થી 6 અઠવાડિયા સુધી ચાલે છે.

3. ટેલોજેન(Telogen)- આ તબક્કામાં વાળ એકદમ વધતા નથી અને આ સ્થિતિ 2થી 3 મહિના સુધી ચાલે છે.

 

Next Article