Neem Karoli Baba Tips: નીમ કરોલી બાબાએ જણાવ્યા ખુશ રહેવાના ઉપાય, તમારે પણ જાણવા જોઈએ, જુઓ Video

નીમ કરોલી બાબા તેમની અલૌકિક શક્તિઓ અને સિદ્ધિઓ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. નીમ કરોલી બાબાના ઉપાયો અપનાવીને કોઈપણ વ્યક્તિ કાયમ ખુશ રહી શકે છે.

Neem Karoli Baba Tips: નીમ કરોલી બાબાએ જણાવ્યા ખુશ રહેવાના ઉપાય, તમારે પણ જાણવા જોઈએ, જુઓ Video
Image Credit source: Google
| Edited By: | Updated on: Jul 18, 2023 | 5:13 PM

નીમ કરોલી બાબા (Neem Karoli Baba)ને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ 20મી સદીના મહાન સંતોમાંના એક હતા. કહેવાય છે કે બાબા નીમ કરોલી પાસે અનેક પ્રકારની સિદ્ધિઓ હતી. આ સિદ્ધિઓના દ્વારા તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. કરોલી બાબાનો આશ્રમ નૈનીતાલથી લગભગ 65 કિમી દૂર પંતનગરમાં આવેલો છે.

આ પણ વાંચો: Neem Karoli Baba Tips : જાણો કેવી રીતે નીમ કરોલી બાબાના ચમત્કારથી બચ્યો સૈનિકનો જીવ ! ગોળીઓ પણ ધાબળા સામે થઈ બેઅસર, જુઓ Video

બાબા તેમની અલૌકિક શક્તિઓ તેમજ તેમના સિદ્ધાંતો માટે જાણીતા છે. નીમ કરોલી બાબાએ ખુશ રહેવાના કેટલાક ખાસ ઉપાયો જણાવ્યા છે, જેને અપનાવીને કોઈપણ વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે.

ક્યારેય હિમ્મત હારશો નહીં

નીમ કરોલી બાબાએ કહ્યું કે મુશ્કેલ સમયમાં ક્યારેય ગભરાવું જોઈએ નહીં. તેઓ કહેતા હતા કે સમય ગમે તેટલો ખરાબ હોય પણ એક દિવસ અવશ્ય બદલાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ પ્રતિકૂળ સંજોગોમાં પણ શાંત રહેવાની કળા શીખવી જોઈએ. દરેક વ્યક્તિને વિશ્વાસ હોવો જોઈએ કે આજે ભલે તમારો સમય ખરાબ છે પણ તમારી આવતીકાલ સારી હશે. દરેક વ્યક્તિએ હિંમત રાખીને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ.

પૈસાનો સાચી જગ્યાએ ઉપયોગ કરો

નીમ કરોલી બાબા અનુસાર, જે વ્યક્તિ પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તે જાણે છે તે જ અસલી અમીર વ્યક્તિ છે. બાબા કહેતા હતા કે પૈસા કમાવાથી કોઈ અમીર નથી બનતું. પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરનાર જ ધનવાન બને છે. તેઓ કહેતા હતા કે પૈસાનો ઉપયોગ હંમેશા કોઈની મદદ કરવા માટે જ કરવો જોઈએ. તેનાથી ઘરમાં ધનનું આગમન જળવાઈ રહે છે. સમયાંતરે ધાર્મિક કાર્યોમાં પણ પૈસા ખર્ચવા જોઈએ.

 

 

હનુમાનજીની પૂજા કરો

નીમ કરોલી બાબા ભગવાન હનુમાનના પ્રખર ભક્ત હતા. તેમને હનુમાનજીનો અવતાર પણ માનવામાં આવે છે. બાબા કહેતા હતા કે જે વ્યક્તિ દરરોજ હનુમાનજીની પૂજા કરે છે, તેને બધી જ તકલીફોમાંથી આપોઆપ મુક્તિ મળી જાય છે. તેના જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી