Navratri Food Recipe: આ નવરાત્રીમાં તમે ઘરે જ બનાવી શકો છો બજાર જેવા ખમણ ઢોકળા, જાણો અહીં સરળ રીત

નવરાત્રીના તહેવારમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો અહીં આવે છે. ગુજરાતમાં માતાના મંડપ લગાવવામાં આવે છે. જેમાં માતાજીની મુર્તીનું સ્થાપન કરી 9 દિવસ મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ સાથે દાંડિયા, રાસ, ગરબા પણ રમવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયામ માતાને ધરાવાતા થાળમાં રોજ કઈક અલગ અલગ બનાવામાં આવે છે.

Navratri Food Recipe: આ નવરાત્રીમાં તમે ઘરે જ બનાવી શકો છો બજાર જેવા ખમણ ઢોકળા, જાણો અહીં સરળ રીત
Navratri Food Recipe khaman dhokla
| Edited By: | Updated on: Oct 04, 2023 | 1:23 PM

ગુજરાતમાં શરદીય નવરાત્રીની એક અલગ જ ઉજવણી જોવા મળે છે. નવરાત્રીના તહેવારમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો અહીં આવે છે. ગુજરાતમાં માતાના મંડપ લગાવવામાં આવે છે. જેમાં માતાજીની મુર્તીનું સ્થાપન કરી 9 દિવસ માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ સાથે દાંડિયા, રાસ, ગરબા પણ રમવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયાન માતાને ધરાવાતા થાળમાં રોજ કઈક અલગ અલગ બનાવામાં આવે છે.

ત્યારે ગુજરાતની સૌથી ફેમસ નાસ્તો ખમણ ઢોકળા ઘણા ફેમસ છે દરેક ગુજરાતી પોતાના ઘરે કોઈ પણ પ્રસંગે બનાવી દે છે અને બીજુ કે તેને બનાવાની રીત પણ સરળ છે અને ઝડપી બની જાય છે.

ખમણ ઢોકળા

ગુજરાતમાં સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ખમણ ઢોકળા છે. તે ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. તે વરાળથી બનાવવામાં આવે છે, તેથી ખૂબ જ ઓછું તેલ વપરાય છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બને છે આ ખમણ ઢોકળા

બેટર બનાવવા માટેની સામગ્રી

  • ચણાનો લોટ – 1 કપ
  • સોજી – 1 ચમચી
  • લીંબુનો રસ – દોઢ ચમચી
  • ઈનો પાવડર – 1 ચમચી
  • સમારેલા લીલા મરચા
  • છીણેલું આદુ – 1 ચમચી
  • દહીં – 1/4 કપ
  • તેલ – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ – 2 ચમચી
  • મીઠો લિમડો – 10-15 પાંદડા
  • રાઈ – અડધી ચમચી
  • જીરું – અડધી ચમચી
  • તલ – એક ચમચી
  • ખાંડ – 1 ચમચી
  • લીલા મરચા લંબાઇમાં કાપેલા – 4
  • હિંગ – એક ચપટી

ખમણ ઢોકળા બનાવવાની રીત :

બેટર તૈયાર કરવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ, રવો, લીંબુનો રસ, લીલા મરચા-આદુની પેસ્ટ, દહીં અને 3/4 પાણી મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધું બરાબર મિક્ષ કર્યા પછી તેમાં ઈનો પાવડર નાખીને એક મિનિટ માટે બીટ કરો. અને તેને ગ્રીસ કરેલા વાસણમાં રાખો. અને તેને બાફવા દો.

સૌ પ્રથમ ખમણ ઢોકળા ની બધી સામગ્રી તૈયાર કરો. ખમણને સ્ટીમ કરવા માટે પહેલા એક વાસણમાં 2 થી 3 કપ પાણી લો. હવે તેને મધ્યમ તાપ પર ગરમ કરવા માટે રાખો. હવે ઢોકળા સ્ટીમર લો, જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે થાળી પણ લઈ શકો છો. જેમાં તમે તેને સ્ટીમ કરી શકો છો. હવે આ વાસણોને એક ચમચી તેલ લગાવીને મુકવુ.

વઘાર લગાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમાં વઘાર માટેની બધી સામગ્રી ઉમેરો. હવે તેમાં 1/3 કપ પાણી અને ખાંડ નાખીને ઉકાળો. હવે તૈયાર કરેલા ઢોકળા પર તે તૈયાર થયેલો વઘાર રેડો. જે બાદ ઢોકળાને કાપી લો.

Published On - 1:17 pm, Wed, 4 October 23