Meditation Benefits: નિયમિત આ રીતે કરો મેડિટેશન, જાણો તેના ફાયદા

આજની દોડભાગવાળા જીવનમાં સૌ કોઈ તણાવમુક્ત રહેવા માંગે છે. કારણ કે તણાવ અને ચિંતાને કારણે તે પોતાનું કોઈ કામ સારી રીતે કરી શકતો નથી. તેઓ પોતાના કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જેના કારણે લોકો પોતાનું જીવન બેકાર લાગવા લાગે છે અને તેઓ કોઈ ખોટા પગલા લેવા લાગે છે.

Meditation Benefits: નિયમિત આ રીતે કરો મેડિટેશન, જાણો તેના ફાયદા
Meditation Benefits
Image Credit source: File photo
| Edited By: | Updated on: Sep 14, 2022 | 10:13 PM

Meditation Benefits : જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ લોકોનું જીવન પણ વધારે વ્યસ્ત થઈ રહ્યુ છે. આજકાલ લોકોને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાની તક પણ ભાગ્યે જ મળી રહી છે. ભાગમભાગ વાળા જીવનને કારણે દરેક વ્યક્તિનું જીવન હાલ તણાવ ભરેલું રહેલું છે. કોરોના મહામારીને કારણે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઉડી અસર પડી છે. આજની દોડભાગવાળા જીવનમાં સૌ કોઈ તણાવમુક્ત રહેવા માંગે છે. કારણ કે તણાવ અને ચિંતાને કારણે તે પોતાનું કોઈ કામ સારી રીતે કરી શકતો નથી. તેઓ પોતાના કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જેના કારણે લોકો પોતાનું જીવન બેકાર લાગવા લાગે છે અને તેઓ કોઈ ખોટા પગલા લેવા લાગે છે. આ બધી સમસ્યાનો ઉપાય વર્ષો પહેલા ભારત પાસે હતો અને તે આજે પણ ઉપયોગી છે. મેડિટેશન (Meditation) એટલે ધ્યાન. તેનાથી શરીર, મગજ અને મન શાંત રહે છે. તેને નિયમિત કરવાથી તમારુ જીવન તણાવમુક્ત બનશે.

મેડિટેશનના ફાયદા

મેડિટેશનના એક નહીં પણ ઘણા બધા ફાયદાઓ છે. તણાવ, ઉંઘ ન આવવી, અશાંતિ જેવી સમસ્યા નિયમિત મેડિટેશન કરવાથી દૂર થાય છે. આનંદ અને શાંતિ માટે મેડિટેશન એક ખુબ સારો ઉપચાર છે. મેડિટેશન કરવાથી આપણે ચિંતા અને તણાવથી મુક્ત રહીએ છે. ઓવરથિંકિંગ જેવી સમસ્યાથી પણ તેના કારણે છુટકારો મળે છે.

આ લોકો કરી શકે છે મેડિટેશન

મેડિટેશન 2 વર્ષના બાળકથી લઈને વડીલ સુધી તમામ લોકો કરી શકે છે. નાનપણથી જ બાળકોને મેડિટેશન માટેનું શિક્ષણ આપવું જોઈએ. મેડિટેશન મોટાભાગના લોકો સવારે કરતા હોય છે. મોટાભાગના લોકોમાં એવી માન્યતા છે કે સવારે મેડિટેશન કરવાથી જ ફાયદો થાય છે. પણ એવું નથી. મેડિટેશનનો કોઈ નિશ્ચત સમય નથી. મેડિટેશન કરવામાં ક્યારે પણ ઉતાવળ ન કરવી, યોગ્ય સમયે જ મેડિટેશન કરવું.

મેડિટેશન દરમિયાન આ શબ્દનો કરો ઉપયોગ

મેડિટેશન ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક રીત છે. મેડિટેશન કરતી વખેતે ઓ્મ શબ્દનો ઉચ્ચારણ વારંવાર કરો. તેને કરવાથી મેડિટેશનમાં તમે વધારે લીન થઈ શકશો. રાત્રે સૂતા પહેલા પણ 5-10 મિનિટ માટે રોજ મેડિટેશન કરવું જોઈએ. તમે મેડિટેશનનો સમય વધારી પણ શકો છો.

 

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી