Puffed Rice Recipe: બજારમાંથી મમરા લાવવાનું ભૂલી જાઓ, ઘરે જ કૂકરમાં બનાવો એકદમ ફૂલેલા મમરા

મમરા બનાવવા માટે હવે બજારમાંથી પેકેટ લાવવાની જરૂર નથી. યોગ્ય પ્રકારના ચોખા, થોડું મીઠું અને કૂકરની મદદથી ઘરે જ ફૂલેલા અને ક્રિસ્પી મમરા બનાવી શકાય છે. જાણો સરળ રીત અને ખાસ ટિપ્સ.

Puffed Rice Recipe: બજારમાંથી મમરા લાવવાનું ભૂલી જાઓ, ઘરે જ કૂકરમાં બનાવો એકદમ ફૂલેલા મમરા
Mamra Recipe
Image Credit source: AI Generated
| Updated on: Oct 06, 2026 | 2:51 PM

મમરા એટલે કે પફ્ડ રાઇસનો ઉપયોગ આપણા ઘરોમાં ઘણી રીતે થાય છે. ભેળ, ચાટ, સેવ મમરા કે પછી હળવા નાસ્તા તરીકે પણ મમરા ખૂબ પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો બજારમાંથી તૈયાર મમરા ખરીદીને લાવે છે. પરંતુ જો તમને ખબર પડે કે યોગ્ય ચોખા અને રસોડામાં રહેલા કૂકરની મદદથી ઘરે પણ મમરા બનાવી શકાય છે, તો કદાચ તમે એકવાર આ રીત જરૂર ટ્રાય કરવા માંગશો.

ઘરે બનાવેલા મમરા તાજા હોય છે અને યોગ્ય રીતે બનાવવામાં આવે તો સારા ક્રિસ્પી પણ બને છે. ખાસ વાત એ છે કે તેના માટે કોઈ ખાસ મશીનની જરૂર પડતી નથી.

મમરા બનાવવા કયા ચોખા લેવા?

ઘરે મમરા બનાવવા માટે સામાન્ય સફેદ ચોખાની જગ્યાએ ઉસના ચોખા લેવાનું વધુ યોગ્ય રહે છે. આવા ચોખા સામાન્ય ચોખાની સરખામણીમાં થોડા જાડા હોય છે અને તેનો રંગ થોડો પીળાશવાળો અથવા પારદર્શક દેખાઈ શકે છે.

ચોખા નવા ન હોય તો વધુ સારું પરિણામ મળી શકે છે. થોડા જૂના ચોખા સારી રીતે ફૂલીને મમરાનું સ્વરૂપ લઈ શકે છે. તેથી ઘરે મમરા બનાવવાનો વિચાર હોય તો ચોખાની પસંદગી પર શરૂઆતથી જ ધ્યાન આપવું જરૂરી છે.

પહેલા ચોખાને તૈયાર કરો

સૌથી પહેલાં જરૂરી માત્રામાં ચોખા એક વાસણમાં લો. તેમાં થોડું મીઠું અને થોડું પાણી ઉમેરો. પાણી વધારે ન નાખવું. ચોખાના દરેક દાણા પર મીઠા અને પાણીની હળવી અસર થાય એટલું જ પૂરતું છે.

ચોખાને મીઠા સાથે સારી રીતે મિક્સ કર્યા પછી તેને એક થાળી અથવા સ્વચ્છ કપડા પર પાતળા સ્તરમાં ફેલાવો. હવે તેને થોડા સમય માટે સુકાવા દો. ચોખામાં વધારે ભેજ રહી જશે તો મમરા યોગ્ય રીતે ફૂલવામાં મુશ્કેલી થઈ શકે છે.

જો ચોખા સંપૂર્ણપણે સુકાયા ન હોય તો તેને થોડીવાર કડાઈમાં હળવા તાપે શેકીને વધારાનો ભેજ દૂર કરી શકાય છે.

કૂકરમાં મમરા બનાવવાની રીત

  • હવે એક પ્રેશર કૂકર લો.
  • કૂકરમાં સામાન્ય મીઠું નાખીને તેને સારી રીતે ગરમ કરો.
  • આ પ્રક્રિયા દરમિયાન કૂકરની સિટી અને રિંગ કાઢી નાખવા જોઈએ.
  • ત્યારબાદ તેમ થોડું મીઠું નાખો. મીઠું પૂરતું ગરમ થઈ જાય પછી ગેસની આંચ ઓછી કરો.
  • હવે તેમાં તૈયાર કરેલા ચોખા થોડા-થોડા પ્રમાણમાં નાખો.
  • ચોખાને સતત હલાવતા રહેવું જરૂરી છે, જેથી તે એક જ જગ્યાએ રહીને બળી ન જાય.
  • થોડા સમય પછી ચોખા ફૂલવા લાગશે અને મમરા બનતા જોવા મળશે.
  • આ સમયે ચોખામાંથી ચટકવાનો અવાજ પણ આવી શકે છે.
  • ચોખા ફૂલીને મમરા બની જાય એટલે તેને તરત જ કૂકરમાંથી બહાર કાઢી લો.

તૈયાર મમરાને ચાળણીમાં નાખીને મીઠું અલગ કરી શકાય છે. આ જ પ્રક્રિયા બાકીના ચોખા સાથે પણ નાના-નાના ભાગમાં કરી શકાય છે.

એકસાથે વધારે ચોખા ન નાખવા

ઘરે મમરા બનાવતી વખતે એક મહત્વની ભૂલ ટાળવી જોઈએ. કૂકરમાં એકસાથે મોટી માત્રામાં ચોખા નાખવાથી તે સરખી રીતે ફૂલી શકશે નહીં. કેટલાક ચોખા કાચા રહી શકે છે અને કેટલાક બળી પણ શકે છે.

તેથી હંમેશાં થોડા પ્રમાણમાં ચોખા લઈને તેને ગરમ મીઠામાં સારી રીતે હલાવતા રહેવું વધુ યોગ્ય છે. આ રીતે મમરા વધુ સરસ રીતે ફૂલી શકે છે.

ઘરે બનાવેલા મમરાનો ઉપયોગ કેવી રીતે કરવો?

મમરાથી ચટપટી ચાટ અથવા નમકીન પણ બનાવી શકાય છે. બાળકો માટે પણ મમરા એક હળવો નાસ્તો બની શકે છે. તેમાં તમારી પસંદગી મુજબ શેકેલી મગફળી, ચણાદાળ અથવા અન્ય સામગ્રી ઉમેરીને સ્વાદ વધારી શકાય છે.

એટલે ભેળ કે ચાટ બનાવવાનું મન થાય ત્યારે બજારમાંથી મમરા લાવવાની જગ્યાએ ઘરે જ આ સરળ રીત અજમાવી શકો છો.

આ પણ વાંચો: Healthy Besan Biscuit Recipe: બેકરીની બિસ્કિટ ભૂલી જશો! ઘરે જ બનાવો ઘી-બેસનની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બિસ્કિટ

Follow Us
Loading...
Unable to load recommendations.