
કોરોના મહામારીની અસર દરેકના જીવનમાં પડી છે. આવી સ્થિતિમાં, ભવિષ્યને સુરક્ષીત કરવું પણ એટલું જ મહત્વનું છે જેટલી બીજી ઘણી વસ્તુઓ છે. પરંતુ જો તમે તમારી પત્નીને કોઈ મોંઘી ભેટ આપી રહ્યા છો. તો તે જાણવું પણ અગત્યનું છે કે, આવકવેરાની કલમ -56 (2) હેઠળ, તે ભેટ તે વ્યક્તિને જ લાગુ પડશે. જેને તે મળી હશે. તદનુસાર, જો ભેટ રૂપિયા 50,001 સુધીની હોય તો તમે આવકવેરાના દાયરામાં આવી જાવ છો.

કરવા ચોથના દિવસે પત્ની તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ત્યારે આ અવસર પર આ ખાસ ભેટ સાથે, તમે તમારી પત્નીનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકો છો. જેથી આવનારા સમયમાં તેમને કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અને તેમનું જીવન લાંબા ગાળા માટે સુરક્ષિત થઈ શકે.