IRCTC Kashmir Package : સસ્તામાં ફરવા જાઓ કાશ્મીર, જાણો IRCTC ના આ પેકેજની સંપૂર્ણ માહિતી

|

Sep 02, 2021 | 12:32 PM

જો તમે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા માંગતા હો, તો આ IRCTC પેકેજ સાથે, તમે ગુલમર્ગથી પહેલગામ સુધી ઘણી જગ્યાએ સસ્તી મુસાફરી કરી શકો છો.

IRCTC Kashmir Package : સસ્તામાં ફરવા જાઓ કાશ્મીર, જાણો IRCTC ના આ પેકેજની સંપૂર્ણ માહિતી
IRCTC Kashmir Package

Follow us on

IRCTC Kashmir Package : જો તમે કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે સારી તક છે. IRCTC કાશ્મીર (Kashmir)ની મુલાકાત લેવા ઇચ્છતા લોકો માટે ખાસ યોજના લઈને આવ્યું છે. આવી સ્થિતિમાં, તમે IRCTC ના આ પેકેજથી સસ્તામાં બરફીલા વાતાવરણમાં ફરવા જઈ શકો છો.

IRCTC પેકેજની ખાસ વાત એ છે કે, આમાં તમારે એક વખત ચૂકવણી કરવી પડશે, તે પછી IRCTC દ્વારા તમારા રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે તમને હોટેલ (Hotel) વગેરે બુક કરવાની કોઈ પરેશાની નહીં થાય.

આવી સ્થિતિમાં, જાણો IRCTC ના આ પેકેજમાં ક્યાં ફરશો અને આખા પેકેજ માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે. સપ્ટેમ્બરના મધ્યથી શરૂ થતા આ પેકેજને જન્નત-એ-કાશ્મીર (Jannat-e-Kashmir) નામ આપવામાં આવ્યું છે. ચાલો આ પેકેજ સાથે જોડાયેલી દરેક બાબતો જાણીએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમે ક્યાં મુસાફરી કરશો?

આ પેકેજમાં મુસાફરોને શ્રીનગર (Srinagar) લઈ જવામાં આવશે. આ પછી, પહેલગામ અને ત્યાંથી ગુલમર્ગ, સોનમાર્ગ, શ્રીનગર સ્થાનિક વગેરેની મુલાકાત લેવામાં આવશે. આમાં શ્રીનગર પહોંચવાનો ખર્ચ ચૂકવવો પડશે.

સફર કેટલી લાંબી છે?

આ સફર 5 રાત અને 6 દિવસની હશે, જેમાં તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે.

કેટલો ખર્ચ થશે?

જો તમે આ સફર કરવા માંગો છો, તો તમારે એક વ્યક્તિના બુકિંગ પર 30,300 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય જો તમે બે લોકો માટે બુક કરાવશો તો તમારે 17,700 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે ત્રણ લોકો માટે બુક કરો છો તો તમારે 16,600 રૂપિયા ચૂકવવા પડશે. આમાં, બાળકોની ટિકિટો માટે એક અલગ રેટ છે, જેના વિશે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો.

પેકેજમાં શું સામેલ છે?

આમાં તમારા રહેવાની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. આ સાથે, નાસ્તો અને રાત્રિ ભોજન પણ પેકેજમાં સામેલ છે અને તમારે જાતે જ બપોરના ભોજનની વ્યવસ્થા કરવી પડશે. તમને ટેમ્પો ટ્રાવેલર દ્વારા એક શહેરથી બીજા શહેરમાં લઈ જવામાં આવશે. આમાં નોન એસી ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવશે.

પેકેજમાં શું સામેલ નથી?

પેકેજ ઉપરાંત, તમારે ફ્લાઇટ ભાડું, બપોરના ભોજન, ટેલિફોન, લોન્ડ્રી વગેરેનો ખર્ચ અને વાહનના વધુ પડતા ઉપયોગની કિંમત ચૂકવવી પડશે.

બુકિંગ કેવી રીતે કરી શકશો ?

જો તમે આ પેકેજ બુક કરવા માંગો છો, તો તમે IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને 18 સપ્ટેમ્બરના રોજ બુક કરો. તમારે એક સાથે મુસાફરી પહેલાં પૈસાની ચૂકવણી કરવી પડશે.

 

 

આ પણ વાંચો : Ranji Trophy 2021: એક જ ગ્રુપમાં ફસાયેલા રોહિત શર્મા, કેએલ રાહુલ અને રિષભ પંતની ટીમ, 5 જાન્યુઆરીથી શરૂ થશે ટક્કર

આ પણ વાંચો : Virat kohli : 5 ઈનિંગમાં માત્ર 124 રન અને એક અર્ધસદી, વિરાટની આ સ્થિતિને યોગ્ય કરવાનો ઉપાય દિગ્ગજે જણાવ્યો

Next Article