IRCTC Tour Package : IRCTC લઈને આવ્યું ગુજરાત પ્રવાસનું ખાસ ટૂર પેકેજ, માત્ર 8 હજાર રૂપિયામાં માણી શકશો સફર

|

May 16, 2022 | 4:46 PM

IRCTC Tour Package: જો તમે પણ આ ઉનાળામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે ખાસ ટૂર પેકેજ (Tour Package)લઈને આવ્યું છે.

IRCTC Tour Package : IRCTC લઈને આવ્યું ગુજરાત પ્રવાસનું ખાસ ટૂર પેકેજ, માત્ર 8 હજાર રૂપિયામાં માણી શકશો સફર
IRCTC Tour Package Vadodara to Ahmedabad
Image Credit source: Tv 9 gujarati

Follow us on

IRCTC Tour Package: IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ના આ ટૂર પેકેજ હેઠળ તમને ગુજરાતની મુલાકાત લેવાની સુવર્ણ તક મળી રહી છે. આ ટૂર પૅકેજ ( Tour Package)તમને વધારે ખર્ચ નહીં કરાવે. તમે ઓછા ખર્ચે ગુજરાતના મહત્વના સ્થળોની મુલાકાત લઈ શકશો. IRCTCની આ સફરમાં તમને અમદાવાદ અને તેની આસપાસના મહત્વના સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.

આ પેકેજ હેઠળ તમને અંબાજીના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે. IRCTCએ પોતે ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે માહિતી આપી છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વીટમાં આ ટૂર પેકેજ વિશે જણાવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ ટૂર પેકેજ હેઠળ ગુજરાતની ટ્રિપનો આનંદ માણી શકો છો. આવો જાણીએ તેના વિશે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

પ્રતિ વ્યક્તિ કુલ 8790 રૂપિયા ખર્ચવા પડશે

આ ટૂર પેકેજ હેઠળ, તમને અંબાજી મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, અક્ષરધામ વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર લઈ જવામાં આવશે. IRCTCના આ ટૂર પેકેજ દ્વારા મુસાફરી કરવા માટે તમારે પ્રતિ વ્યક્તિ કુલ 8790 રૂપિયા ખર્ચવા પડશે.

 

  1. આ ટૂર પેકેજનું નામ છે કેવડિયા ટુર અમદાવાદ – અંબાજી દર્શન , વડોદરા
  2.  કુલ 2 રાત અને 3 દિવસ
  3.  ટૂર પેકેજ દર બુધવાર અને શુક્રવારે રવાના થશે
  4. આ ટ્રીપમાં તમારે અમદાવાદમાં 2 દિવસ રોકાવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે
  5. પ્રતિ વ્યક્તિ કુલ 8790 રૂપિયા ખર્ચવા પડશે

નાસ્તો અને રાત્રિભોજન પણ મળશે

આ સિવાય સફર દરમિયાન તમને નાસ્તો અને રાત્રિભોજન પણ મળશે. બીજી તરફ, જો તમે ડબલ શેરિંગ સાથે આ ટૂર ટ્રિપનો આનંદ માણવા માંગો છો, તો આ માટે તમારે પ્રતિ વ્યક્તિ 8890 રૂપિયા ખર્ચવા પડશે. બીજી તરફ, ટ્રિપલ શેરિંગ માટે તમારે પ્રતિ વ્યક્તિ 8590 રૂપિયા ખર્ચવા પડશે.આ ટૂર પેકેજ હેઠળ, તમને વડોદરા રેલ્વે સ્ટેશનથી લઈ જવામાં આવશે. તે પછી તમને તમામ મહત્વપૂર્ણ સ્થળો પર લઈ જવામાં આવશે. જો તમે આ ટૂર પેકેજ સંબંધિત વધુ માહિતી જાણવા માગો છો,

તો તમારે આ વેબસાઈટ https://www.irctctourism.com/pacakage_description?packageCode=WMH178 ની મુલાકાત લેવી પડશે. તમે www.irctctourism.com પર જઈને આ ટૂર પેકેજ સરળતાથી બુક કરી શકો છો.

Published On - 3:57 pm, Mon, 16 May 22

Next Article