IRCTC Tour Package : IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, પરિવાર સાથે બનાવો પ્લાન

|

Feb 15, 2023 | 4:10 PM

જો તમારો પણ ચાર ધામ જવાનો પ્લાન છે, તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને 4 ધામની મુલાકાત લેવાની તક મળી રહી છે.

IRCTC Tour Package : IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, પરિવાર સાથે બનાવો પ્લાન
Weather will be bad till May 5 in Chardham
Image Credit source: Twitter

Follow us on

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આઝાદી કા અમૃત મહોત્સવ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ચાર ધામ યાત્રાનું આયોજન કરી રહી છે. આ પેકેજ દ્વારા તમને હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ, બરકોટ, જાનકી ચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી અને સોનપ્રયાગની મુલાકાત લેવાની તક મળશે. IRCTC એ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. 11 રાત અને 12 દિવસના આ ટૂર પેકેજ માટે પ્રવાસીઓએ 51,111 રૂપિયા ખર્ચવા પડશે. આ પેકેજની યાત્રા મુંબઈથી શરૂ થશે.

આ પેકેજમાં પ્રવાસીઓને હોટેલમાં રોકાણ, ફ્લાઈટ ટિકિટ, ખાવા-પીવાની વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે. નાસ્તો અને રાત્રિભોજન IRCTC દ્વારા આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે ખુલશે

ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો શંખ ​​નાદ વાગી ચૂક્યો છે. આ માટે રાજ્ય સરકાર અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે ખુલશે. આ સિવાય બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલશે. આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે સવારે 7.10 કલાકે ખોલવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે ખુલશે.

 

 

ટુર પેકેજ કેટલું છે

ટુર પૅકેજની કિંમતની વાત કરીએ તો, જો તમે આ ટ્રિપ પર એકલા જવાના છો, તો તેના માટે તમારે 69,111 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે 2 લોકો સાથે પ્રતિ વ્યક્તિ ભાડું 52,111 રૂપિયા છે. આ સિવાય 3 લોકો સાથે મુસાફરી કરવા માટે પ્રતિ વ્યક્તિ 51,111 રૂપિયાનો ખર્ચ થશે. 5 થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 45,111 રૂપિયા અને બેડ વગર 37,511 રૂપિયા છે. બેડ વગરના 2 થી 11 વર્ષના બાળક માટે 13,511 રૂપિયાનો ચાર્જ છે.

આ ટૂર પેકેજ વિશે વધારાની માહિતી માટે તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર જઈ શકો છો. આ ઉપરાંત આ ટૂર પેકેજનું બુકિંગ  કાર્યાલયની મુલાકાત લઈને પણ કરી શકાય છે. બુકિંગ સમયે, તમારે ટૂર પેકેજ માટે ચૂકવણી કરવા સાથે તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે.

 

Next Article