International Translation Day 2021: સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ભાષાના નિષ્ણાતોના કાર્યને સન્માનિત કરવાની તક છે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સમજને પ્રોત્સાહન આપવા, સંદેશાવ્યવહાર (Communication) સુધારવા અને રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા તેમજ વિશ્વવ્યાપી શાંતિ અને સલામતીમાં યોગદાન આપવા માટે આ દિવસનુ વિશેષ મહત્વ છે.કોવિડ -19 ના લગભગ એક વર્ષ બાદ આ વર્ષેની થીમ “United in translation” રાખવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો ઇતિહાસ અને મહત્વ
આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ (FIT)દ્વારા વર્ષ 1953માં આ દિવસને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવાનુ આયોજન કર્યુ હતુ,પ્રથમ ઔપચારિક રીતે આ દિવસની ઉજવણી વર્ષ 1991 માં થઈ હતી. જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં 2017 માં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને 30 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.
બાઈબલના અનવાદમાં મહત્વપૂર્ણ યોગદાન
UNની વેબસાઇટ અનુસાર, સેન્ટ. જેરોમ St. Jerome)દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારના ઇટાલિયન પાદરી હતા, જે બાઈબલને ગ્રીક ભાષામાંથી લેટિનમાં અનુવાદિત કરવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. 30 સપ્ટેમ્બર, 420 ના રોજ તેઓ મુત્યુ પામયા હતા.તેથી 30 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ વૈશ્વિકરણ તરફ આગળ વધી રહ્યુ છે, ત્યારે અનુવાદકોની (Translator) ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. ભાષા નિષ્ણાતો જાહેર પ્રવચન અને આંતરવ્યક્તિત્વ સંચારના વિકાસમાં પણ મદદ કરે છે.
અનુવાદકોનો દેશના સંદેશાવ્યવહારમાં મહત્વનો ફાળો
ઉલ્લેખનીય છે કે, અનુવાદકો એક ભાષામાંથી બીજી ભાષામાં સાહિત્યિક, વૈજ્ઞાનિક અને તકનીકી ભાષાના અનુવાદમાં મદદ કરે છે, જેનું દુનિયાની પ્રગતિમાં પણ મહત્વનુ યોગદાન છે.તેમજ અનુવાદ ભાષાથી એકબીજાની સંસ્કૃતિઓને સમજવામાં પરસ્પર આદરને પણ પ્રોત્સાહન મળે છે. ઉપરાંત દેશો વચ્ચે કરવામાં આવતા સંદેશાવ્યવહારમાં પણ તેમનો નોંધપાત્ર ફાળો છે.જેથી અનુવાદકોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષ 30 સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય અનુવાદ દિવસ (International Translate Day)તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી