
Heat Stroke: ભારતમાં રેકોર્ડબ્રેક ગરમીની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. ભારતના ઘણા રાજ્યોમાં એપ્રિલ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. સતત વધી રહેલી ગરમી વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ હોય છે. જેના કારણે ઘણા લોકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે.જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે તમારા મગજ, હૃદય, કિડની અને સ્નાયુઓને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને હીટ સ્ટ્રોકના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવીશું.
હીટ સ્ટ્રોકમાં, શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી. આ દરમિયાન શરીરનું તાપમાન 10થી 15 મિનિટમાં 106 ડિગ્રી સુધી શરીરનું તાપમાન પહોંચી જાય છે. જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુનું જોખમ પણ છે.
હૃદયના ધબકારા
માથાનો દુખાવો
ઉબકા
હાંફ ચઢવી
સ્નાયુઓની જડતા
ચક્કર આવવા
થાક લાગવો
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:28 pm, Sun, 23 April 23