Happy Holi Wishes: હોળીના આ સુંદર રંગોની જેમ તમને અને તમારા પરિવારને હોળીની શુભકામના..વાંચો શાયરી
હિન્દુ ધર્મમાં હોળી વર્ષના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આવી સ્થિતિમાં લોકો તેને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. આ દિવસે, લોકો તેમના તમામ ક્રોધાવેશ ભૂંસી નાખે છે અને એકબીજાને ગુલાલ લગાવે છે અને જોરશોરથી નૃત્ય કરે છે અને ગાય છે.
Happy Holi Wishes
હોળી 2024ની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં રંગબેરંગી ગુલાલનું વેચાણ થઈ રહ્યું છે, દરેક ઘરમાં ઘુઘરા અને અનેક વાનગીઓ બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. એકંદરે સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. નોંધનીય છે કે હોળી હિન્દુ ધર્મમાં વર્ષના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આવી સ્થિતિમાં લોકો તેને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે.
આ દિવસે, લોકો એકબીજાને ગુલાલ લગાવે છે અને મિત્રો અને પરિવાર જનો સાથે રંગોનો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. ત્યારે આજે અહીં અમે તમને હોળી ધૂળેટી પર બનેલી શાયરી જણાવી રહ્યા છે જેને તમે તમારા દૂર રહેલા મિત્રો અને પરિવારજનો તેમજ સંબંધીઓને આ શાયરી મોકલી હોળીની શુભકામના પાઠવી શકો છો.
- મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું…
- પિચકારીથી રંગની બોછાર
ઉડતી ગુલાલનો ગુબાર
અને બધા પર વરસતો યારોનો પ્યાર
આ જ છે યારો હોળીનો તહેવાર
Happy Holi
- રંગોની હોતી નથી કોઈ જાત
એ તો બસ લાવે છે ખુશીઓની સોગાત
હાથમાં હાથ મિલાવતા ચલો
હોળી છે હોળીના રંગ લગાવતા ચલો
- હોળીના આ સુંદર રંગોની જેમ
તમને અને તમારા પરિવારને
અમારી તરફથી ખૂબ ખૂબ રંગો
અને ઉમંગોથી ભરપૂર હોળીની શુભેચ્છા
- પ્રેમના રંગથી ભરી દો પિચકારી
સ્નેહના રંગથી રંગી નાખો દુનિયા સારી
આ રંગ ના જાને કોઈ જાત કે બોલી
સૌને મુબારક આ હેપ્પી હોલી
- રિસાયુ છે કોઈ તો આજે એને મનાવો
આજે તો બધી ભૂલ ભૂલી જાઓ
લગાવી દો આજે મૈત્રીનો રંગ યારો
આજે હોળી મનાવો તો એવી મનાવો
હોળીની શુભેચ્છા
- ધૂધરાની જેમ હંમેશા મીઠી રહે તમારી બોલી
ખુશીઓથી ભરેલી રહે તમારી ઝોળી
તમને અને તમારા પરિવારને હેપ્પી હોળી
- રંગોના હોય છે અનેક નામ
કોઈ કહે લાલ તો કોઈ કહે પીળો
અમે તો બસ જાણીએ છે ખુશીઓની હોળી
રાગ દ્રેષ ભૂલી જાવ અને મનાવો હોળી
- ખુશીઓથી ન રહે કોઈ દૂરી
રહે ના કોઈ ઈચ્છા અધૂરી
રંગોથી ભરેલા આ મોસમમાં
રંગીન રહે તમારી દુનિયા પુરી
હોળીની શુભેચ્છા
- સપનાની દુનિયા અને પ્રિયજનોનો પ્રેમ
ગાલ પર ગુલાલ અને પાણીના છાંટા
સુખ, સમૃદ્ધિ અને સફળતાનો હાર
તમને રંગોના તહેવારની શુભકામનાઓ!
Published On - 10:00 pm, Sun, 24 March 24