પુરુષો લગાવો આ Hair oils, નહીં પડે તમારા માથામાં ટાલ!

|

Jun 18, 2022 | 6:34 PM

Hair oils for baldness problem: વાળએ દરેક વ્યક્તિના ચહેરાની રોનક હોય છે. કોઈને લાંબા વાળ ગમે, કોઈને ટૂંકા વાળ ગમે અને કોઈને સ્ટાઈલીશ વાળ ગમે છે પણ દુનિયામાં કોઈ એવુ વ્યક્તિ ના હોય જેને ટાલ પંસદ હોય.

પુરુષો લગાવો આ Hair oils, નહીં પડે તમારા માથામાં ટાલ!
Baldness
Image Credit source: healthline

Follow us on

વાળએ દરેક વ્યક્તિના ચહેરાની રોનક હોય છે. કોઈને લાંબા વાળ ગમે, કોઈને ટૂંકા વાળ ગમે અને કોઈને સ્ટાઈલીશ વાળ ગમે છે પણ દુનિયામાં કોઈ એવુ વ્યક્તિ ના હોય જેને ટાલ પંસદ હોય. ટાલ પડવાથી એક રીતે પુરુષોના આત્મવિશ્વાસને ઓછુ કરી દે છે. પુરુષોની આ ટાલ પડવાની સમસ્યા પર (baldness in men) બોલિવૂડમાં ઘણી ફિલ્મો પણ બની છે. પુરુષોમાં ટાલ પડવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેનાથી આખો દેખાવ બગડી જાય છે. ટાલ પડવાના મોટાભાગના કિસ્સાઓમાં પુરુષો ડિપ્રેશનમાં પણ જીવે છે, કારણ કે તેને રોકવું સરળ નથી. નિષ્ણતોના મતે ટાલ પડવા પાછળનું કારણ હોર્મોનલ, વાળના મૂળ નબળા પડવા (Weak hair) અને તેની કાળજી ન લેવું હોઈ શકે છે. કહેવાય છે કે કેટલીક પદ્ધતિઓ અપનાવીને ટાલ પડવાની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા લોકોએ હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તે ખૂબ મોંઘું છે. જે સામાન્ય માણસ માટે સરળ નથી. બજારમાં આ સમસ્યા દૂર કરવા માટે ઘણી પ્રોડકટસ આવી છે. ટાલ પડવાની સમસ્યાથી દૂર રહેવા માટે તમે ઉનાળામાં વાળમાં કયું તેલ લગાવી શકો છો ચાલો તે જાણો.

બદામ તેલ

જો શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો પણ વાળ ખરવા અને ટાલ પડતી હોય છે. તમે બદામના તેલ દ્વારા વાળમાં વિટામિન E મેળવી શકો છો, બદામમાં અન્ય પણ ઘણા પોષક તત્વો હોય છે, જે વાળને મજબૂત અને ચમકદાર બનાવી શકે છે. રિસર્ચમાં પ્રમાણે જો તમે આ તેલને સતત 3 મહિના સુધી વાળમાં લગાવશો તો વાળ ખરવાનું બંધ થઈ જશે અને વાળ 4 ઈંચ સુધી વધી શકે છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ઓલિવ તેલ

ઓલિવ તેલને વાળ માટે હોમ કન્ડિશનર પણ કહેવામાં આવે છે. તે વાળ અને ખોપરી ઉપરની ચામડીને મોઈશ્ચરાઈઝ કરે છે અને તેમને પોષણ આપવાનું પણ કામ કરે છે.

જોજોબા તેલ

વાળ ખરવાનું સૌથી મોટું કારણ તેમાં જમા થતી ગંદકી છે. ઉનાળામાં વાળમાં નીકળતું વધારાનું તેલ ગંદકી સાથે ભળી જાય છે. ધીમે ધીમે તે ડેન્ડ્રફનું સ્વરૂપ લે છે અને એક સમયે વાળ ખરવા લાગે છે. વાળમાં જમા થતી ગંદકીને તમારે હાથ આ તેલનો ઉપયોગ કરીને દૂર કરવી જોઈએ. અઠવાડિયામાં એકવાર તેની માલિશ કરો અને પછી શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article